શિખર ધવન અને રોહિત શર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. જેના કારણે તેઓ વન ડેમાં સૌથી વધારે 100 રનની પાર્ટનરશિપ કરનારી ઓપનિંગ જોડીના લિસ્ટમાં ગોર્ડન ગ્રીનીઝ અને ડેસમંડ હેયન્સની સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબરે આવી ગયા છે. રોહિત શર્મા અને શિખર ધવને 15મી વખત વન ડેમાં 100 કે તેથી વધારે રનની ભાગીદારી નોંધાવી હતી.
આ લિસ્ટમાં ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી પ્રથમ નંબર પર છે. બંનેની જોડીએ 21 વખત આ પરાક્રમ કર્યું છે. જે બાદ ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનની જોડી આવે છે. હેડન-ગિલક્રિસ્ટે વન ડેમાં 16 વખત આવી સિદ્ધી મેળવી છે.