ભારત તરફથી સચિન તેંડુલકર 21,999 રન બનાવીને ટોચ પર છે. જે પછી 15,622 રન ફટકારી સૌરવ ગાંગુલી બીજા સ્થાન પર છે. ધ વૉલ રાહુલ દ્રવિડ 15,271 રન સાથે ત્રીજા ક્રમે છે. 13080 રન સાથે ધોની ચોથા, 12931 રન સાથે અઝહરુદ્દીન લિસ્ટમાં પાંચમાં નંબર પર છે.
શિખર ધવન ભારત તરફથી રમતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળી 10,000 કે તેથી વધુ રન બનાવનારો 11મો ક્રિકેટર છે. ધવન 143 રન બનાવી આઉટ થયો હતો અને તેના નામે આજની ઈનિંગના મળીને કુલ 10,030 રન નોંધાઇ ચુક્યા છે.
વાંચોઃ INDvAUS: રોહિત શર્મા – શિખર ધવનની જોડીએ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગત