ફરી જોવા મળ્યો ધોનીનો કૂલ અંદાજ, ફ્લાઈટની રાહ જોવામાં એરપોર્ટના ફ્લેશ પર સૂઈ ગયો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Sep 2017 03:21 PM (IST)
ફરી જોવા મળ્યો ધોનીનો કૂલ અંદાજ, ફ્લાઈટની રાહ જોવામાં એરપોર્ટના ફ્લેશ પર સૂઈ ગયો
1

કેપ્ટન વિરાટ કોહલી પણ તેની પાસે બેસી રહ્યો હતો. ધોની અગાઉ શ્રીલંકા પ્રવાસમાં પણ એક વનડે દરમિયાન મેદાનમાં ઉંઘી ગયો હતો. ત્યારે સ્ટેડિયમમાં પ્રશંસકોના ઉપદ્વવ પછી મેચ થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી.

2

નવી દિલ્લી: રવિવારે ચેન્નાઈમાં રમાયેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 26 રને કારમી હાર આપીને ટીમ ઈંડિયા રિલેક્સ જણાતી હતી. પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યાની વચ્ચે 118 રનની ભાગેદારીના કારણે મેચની તાસીર બદલાઈ ગઈ હતી. હવે સીરિઝની બીજી વનડે કોલકાતાના ઈડન ગાર્ડન્સ પર 21 સપ્ટેમ્બરે રમાશે.

3

મેચ પૂરી થયા પછી ટીમના અમુક ફોટોઝ બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. જેમાં ભારતીય ખેલાડીઓ ચેન્નાઈ એરપોર્ટ પર આરામ કરતા નજરે પડી રહ્યા હતા. એરપોર્ટ પર સોથી ખાસ અંદાજમાં ધોની જોવા મળ્યો હતો. તે અહીં ફ્લાઈટની રાહ જોવામાં નીચે ઉંધી ગયો હતો.

4

ચેન્નાઈના ચેપોકમાં વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વનડેમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેના પછી જે બન્યું તેનું કોઈએ અનુમાન પણ લગાવ્યું નહી હોય. 11 રનના સ્કોર પર ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ધોની-પંડ્યાએ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.

5

તમને જણાવી દઈએ કે ધોનીનો આવો અંદાજ પહેલી વખત સામે આવ્યો નથી. તે હંમેશાં કૂલ રહે છે. 2017ની આઈપીએલ દરમિયાન પણ તે પોતાની ટીમના પ્લેયર ઈમરાન તાહિકના પુત્રની સાથે રમવા માટે એરપોર્ટ પર જમીન પર બેસી ગયો હતો. આ સીરિઝ વિરાટ બ્રિગેડ માટે ઘણી મહત્વપૂર્ણ છે. શ્રીલંકાની ધરતી પર 9-0થી જીતનો સ્વાદ ચાખ્યા પછી ટીમ ઈંડિયા સામે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયા સામે પડકાર છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ફરી જોવા મળ્યો ધોનીનો કૂલ અંદાજ, ફ્લાઈટની રાહ જોવામાં એરપોર્ટના ફ્લેશ પર સૂઈ ગયો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો