અમિત શાહને વિધાનસભામાં કાર પાર્કિંગ ક્યાં છે એ કેમ ખબર નથી? જાણો કોર્ટમાં શું કહ્યું?
અમિત શાહે સ્વીકાર્યું કે રમખાણો બાબતે જેને જે કાંઈ પણ કહેવું હોય તે જણાવવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જાહેર નોટિસ આપી હતી. જોકે, મેં આ બાબતે કોઈ માહિતી એસ.આઈ.ટી. સમક્ષ આ અગાઉ આપી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સ્પેશિયલ કોર્ટ પહોંચ્યા હતા અને જુબાની આપી હતી. માયા કોડનાનીના બચાવમાં જુબાની આપતાં કહ્યું હતું કે, માયાબેન 28મી ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં ઉપસ્થિત હતા. તેઓ સોલા સિવિલ ખાતે પણ મળ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી પ્રોસિક્યુશન તરફથી ઉલટ તપાસ કરાઈ હતી. જેમાં તેમણે વિધાનસભામાં કાર પાર્કિંગ ક્યાં છે, તે ખબર ન હોવાનું જણાવ્યું હતું.
ઉલટ તપાસ પહેલા જજે અમિત શાહને કહ્યું હતું કે, ખબર ના પડે તો ફરી પૂછજો. વિચાર્યા વગર જવાબ ના આપતા, તમે જે બોલશો એ જુબાનીમાં નોંધાશે. ઉલટ તપાસમાં અમિત શાહે જણાવ્યું હતું કે, મને ગાડી ચલાવતા નથી આવડતું. હંમેશા ડ્રાઇવર જ ગાડી પાર્ક કરે છે. એટલે વિધાનસભા ગૃહમાં પાર્કિંગ ક્યાં છે એ હું કહી શકું નહીં.
પોલીસની ગાડી મને કોર્ડન કરીને પાછા લઇ જતી હતી એ વખતે મળ્યો હતો. એક્ઝેટ સમય મને નથી ખબર પણ મારી ગાડી આવી એટલે હું પોલીસની ગાડીમાંથી ઉતારીને મારી ગાડીમાં બેઠો. વિધાનસભા ગૃહથી નીકળીને અને સોલા સિવિલ મને મળ્યા એ વચ્ચેના સમય દરમ્યાન તે ક્યાં ગયા એ મને ખબર નથી. વિધાનસભા ગૃહથી નરોડા ગામ વચ્ચેનું અંતર કે કેટલી વારમાં ત્યાં પહોંચાય એ હું કહી શકું નહીં.
તેમણે જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીએ ગૃહમાં ગૃહ મંત્રીએ જાહેરાત કરી હતી કે ગૃહ બીજા દિવસે પણ ચાલુ રહેશે. 28 તારીખે એક્ઝેટ ટાઈમ તો ખબર નથી પણ ગૃહની કામગીરી 15-20 મિનિટ જેટલી ચાલેલી. હું જ્યારે સોલા પહોંચ્યો હતો સવારે 9.30 વાગ્યે ત્યારે મેં માયાબેનને ત્યાં જોયા નહોતા. માયાબેન 10.30 વાગ્યે આવ્યા હતા તેવી મને ખબર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -