INDvAUS: સિડનીમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ છે ખરાબ, મેચ ડ્રો રહેશે તો પણ રચાશે ઈતિહાસ, જાણો વિગત
ભારતે અહીંયા વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 6-10 જાન્યુઆરી, 2015ના રોજ રમાયેલી મેચ ડ્રો કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિડનીની પિચ સ્પિનર્સને મદદ કરશે તેવા અહેવાલો છે. તેથી આ મેચ જીતવા ભારત પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારતે સિડનીમા અત્યાર સુધીમાં રમેલી 11 ટેસ્ટ મેચમાંથી માત્ર 1 જ મેચ જીતી છે. જ્યારે 5 મેચમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે. આ ઉપરાંત 5 મેચ ડ્રો રહી છે.
ભારતે અહીં અંતિમ મુકાબલો 1978માં જીત્યો હતો. 7-11 જાન્યુઆરી, 1978માં ભારત મેચ એક ઈનિંગ અને 2 રનથી જીત્યું હતું. જે પછી ટીમ ઈન્ડિયા અહીંયા ક્યારેય મેચ જીત્યું નથી.
સિડનીઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 3 જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થઈ રહેલી અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમવાની છે. રવિવારે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા પર 137 રનથી જીત બાદ ભારત ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારત જો અહીંયા ટેસ્ટ મેચ ડ્રો પણ કરી લેશે તો 71 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -