સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત રહી. ટીમ 300 રનના સ્કૉરે ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ફોલોઅન આપ્યુ હતું. પહેલી ઇનિંગની રમતથી ભારતે ઓસ્ટ્રેલિયા પર 322 રનની લીડ બનાવી દીધી હતી.
ચોથા દિવસની રમત શરૂ થઇ ત્યારે રમત ત્રણ કલાક સુધી વરસાદના કારણે અટકી હતી, જોકે, બાદમાં બીજી જ ઓવરમાં શમીએ પેટ કમિન્સને આઉટ કર્યો, બાદમાં હેડસ્કૉમ્બને જસપ્રીત બુમરાહે પેવેલિયન ભેગો કરી દીધો હતો. ચોથા દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયન ટીમ 300 રન પર સમેટાઇ હતી. મેચમાં કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારેત પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 622 રન બનાવ્યા હતા. જોકે, સીરીઝના ત્રીજા દિવસે અંપાયરોએ ખરાબ પ્રકાશના કારણે મેચ રોકી દીધી હતી. એટલા માટે ખેલાડીઓ ડ્રેસિંગ રુમની અંદર પહોંચ્યા, અને ઓસ્ટ્રેલિયાનો સ્કોર 236-6 થયો હતો.
ટીમ ઇન્ડિયા : લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અંજિક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયા : માર્કસ હૈરિસ, ઉસ્માન ખ્વાઝા, મારનસ લેબુશાંગે, શોન માર્શ, પીટર હેઝસકોમ્બ, ટ્રેવિસ હેડ, ટીમ પેન, પેટ કમિંસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, જોશ હેજલવુડ