Ind vs Aus: ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીત સાથે ભારતે લગાવી રેકોર્ડની લાઈન
વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠલ આ જીત ખૂબ જ મહત્ત્વની છે. 71 વર્ષ એક મહિનો અને ઠીક દસ દિવસ બાદ આવી તક મળી છે જ્યારે કોઈ એશિયન ટીમે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ પોતાના નામે કરી હોય. જ્યારે વિશ્વની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (1882-83), વેસ્ટ ઇન્ડીઝ (1979-80), ન્યૂઝીલેન્ડ (1985-86), સાઉથ આફ્રીકા (2008-09) બાદ ભારત ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતનારી ટીમ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીમ ઇન્ડિયા 30 વર્ષોમાં ઓસ્ટ્રેલિયાની જમીન પર ઓસ્ટ્રેલિયાને ફોલોન આપનાર એકમાત્ર ટીમ બની ગઈ છે. પોતાની જમીન પર ઓસ્ટ્રેલિયાએ અંતિમ વખત ફોલોઓન ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટમાં 1988માં રમી હતી. વિતેલા 18 વર્ષમાં આ બીજી તક છે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ ફોલોઓન રમવા મજબૂર થઈ હોય. આ પહેલા વર્ષ 2005માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ નોટિંઘમમાં તેણે ફોલોઅન મેચ રમ્યો હતો. વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમાયેલ આ છઠ્ઠી ફોલોઓન મેચ હતી.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ચોથી અને અંતિમ ટેસ્ટ ભલે ડ્રો રહી હોય પરંતુ ભારતે સીરીઝ પોતાના નામે કરીને ઈતિહાસ રચ્યો છે. વિશ્વની નંબર વન ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ જમીન પર હરાવીના સાબિત કર્યું છે કે તે ટોપ ટીમ શા માટે છે.
આ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાની તેની પ્રથમ ઇનિંગમાં ઓલઆુટ કરીને ફોલોઓન આપ્યો હતો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર જારી આ મેચમાં ઓસ્ટ્રેલિયા મહેમાન ટીમ તરફતી પ્રથમ બેટિંગ કરતાં 622 રને સાત વિકેટના સ્કોર કરતાં 322 રન પાછળ હતી. આ ફોલોઓનની સાથે જ ભારતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -