ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ ભારત સામે 3 ટી20 અને 2 ટેસ્ટ મેચો રમવા ભારત આવી રહી છે. ત્યારે CABએ વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ સુધી પહોંચે તેને ધ્યાનમાં લઇને મોંઘામાં મોંઘી ટિકીટનો દર માત્ર 50 રૂપિયા કરી દીધો છે.
બન્ને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી રમાશે, જે પશ્ચિમ બંગાળના ઇડન ગાર્ડન સ્ટેડિયમ-કોલકત્તામાં રમાવવાની છે. આ અંગે સીએબીના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે ઇડન ગાર્ડનમાં ટિકીટોની કિંમત 200, 150, 100 અને 50 રૂપિયા રાખવામાં આવી છે. તેમને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે, આ માટે અમે આવુ કર્યુ છે.