એક્ટ્રેસ પંછી બોરાએ ફેબ્રુઆરી 2017માં જય પતંગિયા સાથે લગ્ન કર્યા હતા. કપલની પહેલી દીકરી રિયાનાનો જન્મ લગ્નના એક વર્ષ બાદ 27 ફેબ્રુઆરી 2018ના રોજ થયો. પંછી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. તે અવારનવાર દીકરી સાથેની તસવીરો શેર કરતી રહે છે.
પંછી ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. પંછી છેલ્લે સીરિયલ ‘ગંગા’માં જોવા મળી હતી. પંછી બોરાને સીરિયલ ‘કયામત’થી પોપ્યુલારિટી મળી હતી. આ સીરિયાલમાં તેની ઓપોઝિટ એક્ટર જય ભાનુશાળી અને શબ્બીર આહલૂવાલિયા હતા. આ ઉપરાંત ઘણી તેલુગુ ફિલ્મોમાં પણ પંછીએ અભિનય કર્યો છે. પંછીએ હિન્દી ફિલ્મો ‘ઈટ્સ માય લાઈફ’ અને ’22 યાર્ડ્સ’માં કામ કર્યું છે. પંછી મૂળ આસામની છે.