તોફાની બેટિંગ કરી રહેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની વિકેટ પડી છે, પંત 91 રન બનાવીને બેસના બૉલ પર લીચના હાથમાં ઝીલાઇ ગયો હતો.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરુઆત રહી છે, બન્ને ઓપનર બાદ વિરાટ કોહલી અને રહાણે પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.
રોહિત શર્મા 6 રને જોફરા આર્ચરની બોલિંગમાં બટલરના હાથે કેચ આઉટ થયો હતો. ગિલ 29 રને આર્ચરની ઓવરમાં જ જેમ્સ એન્ડરસન દ્વારા કેચ થયો હતો. આ સાથે આર્ચરે બે વિકેટ ઝડપી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસે 578 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ છે. ભારત તરફથી જસપ્રીમ બુમરાહ અને રવિચંદ્ર અશ્વિને ત્રણ -ત્રણ વિકેટ લીધી છે. જ્યારે શાહબાઝ નદિમ તથા ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી.
ત્રીજા દિવસની મેચની શરુઆતમાં જ જસપ્રીત બુમરાહે ડોમિનિક બેસને 34 રને આઉટ કરી ટીમ ઈન્ડિયાને નવમી સફળતા અપાવી હતી. જ્યારે અશ્વિને 10 વિકેટ તરીકે જેમ્સ એન્ડરસનની વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ ઇનિંગમાં જો રૂટ 218 રન, સિબલે 87 રન અને બેન સ્ટોકે 82 રન બનાવ્યા હતા.
પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે 8 વિકેટના નુકસાન પર 555 રન બનાવી લીધા હતા. જો રૂટે શાનદાર બેટિંગ કરતા 218 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ત્રણ -ત્રણ વિકેટ અને શાહબાઝ નદિમ તથા ઈશાંત શર્માએ 2-2 વિકેટ લીધી હતી. ઈશાંતે બે બોલમાં બટલર અને આર્ચરની વિકેટ લીધી હતી. જ્યારે જો રૂટને શાહબાઝ નદીમે LBW આઉટ કર્યો હતો.
આ પહેલા રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં ઓલી પોપ 34 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બેન સ્ટોક્સ 118 બોલમાં 82 રન પર શાહબાઝ નદીમની ઓવરમાં ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. રુટ અને સ્ટોક્સ વચ્ચે ચોથી વિકેટ માટે 124 રનની ભાગીદારી કરી હતી.
ટીમ ઈન્ડિયા :
શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ-કેપ્ટન), ઋષભ પંત, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમ
ઈંગ્લેન્ડ :
રોરી બર્ન્સ, ડોમિનિક સિબલે, ડેનિયલ લોરેન્સ, જો રૂટ (કેપ્ટન), બેન સ્ટોક્સ, ઓલી પોપ, જોસ બટલર (વિકેટકીપર), ડોમ બેસ, જેક લીચ, જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસન