પ્રથમ ટેસ્ટ પહેલાં કેપ્ટન કોહલીનો હુંકાર, મારું ધ્યાન માત્ર ને માત્ર રન બનાવવા પર જ છે
આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે શરૂ થશે. સોની નેટવર્કની ચેનલ સોની ટેન -1 પરથી અંગ્રેજીમાં અને સોની ટેન-3 પરથી હિન્દીમાં મેચનું લાઇવ પ્રસારણ થશે. સોની લિવ પરથી મેચનું લાઇમ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે કહ્યું કે, જો હું આ બધી ચીજો પર ધ્યાન આપીશ તો મારી માનસિક શાંતિને ખતમ કરી દઈશ. હું જ્યારે બેટિંગ કરવા જાઉ છું ત્યારે મારા હાથમાં બેટ હોય છે. હું સારી રીતે રન કરવા માંગુ છું અને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માંગુ છું. તમને તમારી કાબેલિયત પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારા વિશ્વાસ નહીં હોય તો ભારતમાં ફ્લેટ પિચ પર પણ આઉટ થઈ જશો. તમારા વિશ્વાસ હશે તો ગ્રીન ટોપ વિકેટ પર પણ રન બનાવી શકશો.
બર્મિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સીરિઝની પ્રથમ મેચ બુધવાર, 1 ઓગસ્ટથી બર્મિંઘમના એઝબેસ્ટન ગ્રાઉન્ટ પર શરૂ થશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું છે કે તેનું ધ્યાન એકાગ્ર થઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર હોય છે. મારે અહીંયા કોઈ સાબિત કરવાનું નથી. ભારત 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસે આવ્યું ત્યારે શ્રેણી હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ પહેલાં પત્રકાર પરિષદમાં વિરાટે કહ્યું, શરૂઆતના દિવસોમાં ઘણું વાંચ્યા કરતો હતો. ત્યારે મને મારી આલોચના પરેશાન કરતી હતી. પરંતુ ઈમાનદારીથી કહું હવે હું વાંચતો નથી. દક્ષિણ આફ્રિકામાં બે ટેસ્ટ મેચ સુધી મને ખબર નહોતી કે શું ચાલી રહ્યું છે. મારું ધ્યાન માત્ર તૈયારી અને ટીમ પર રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -