IND vs ENG 2nd ODI: બેરિસ્ટો અને સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં જીત મેળવી ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Mar 2021 01:31 PM

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટથી જીત મેળવી લીધી છે.  જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી. આ સાથેજ ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા. 


40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 317/4

40 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 317 રન બનાવી લીધા છે. ડેવિડ મલાન  અને લિવિંગસ્ટોન રમતમાં છે. 

ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીક

ઈંગ્લેન્ડની ટીમ જીતની નજીક પહોંચી ગઈ છે. 39 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 302 રન થઈ ગયા છે.

ઈંગ્લેન્ડને ચોથો ઝટકો

ઈંગ્લેન્ડની ચોથી વિકેટ ગઈ છે. જોસ બટલર શૂન્ય રને આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો છે. પ્રસિદ ક્રિષ્નાની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આ પહેલા બેરિસ્ટો 124 રને આઉટ થયો હતો. 

ઈંગ્લેન્ડનો સ્કોર 250 રનને પાર

બેરિસ્ટો અને સ્ટોકની આક્રમક બેટિંગના દમ પર ઈંગ્લેન્ડ જીત તરફ આગળ વધી રહ્યું છે.  34 ઓવરમાં એક વિકેટના નુકસાન પર ઈંગ્લેન્ડે 266 રન બનાવી લીધા છે.  બેરિસ્ટો 109 રન અને સ્ટોક 95 રને રમતમાં છે.  

બેન સ્ટોકની ફિફ્ટી

જોની બેરિસ્ટોની સદી બાદ બેન સ્ટોકે પણ પોતાની અડધી સદી પૂરી કરી લીધી છે. સ્ટોકે 40 બોલમાં 2 ફોર અને 4 સિક્સ મારી પોતાની ફિફ્ટી પૂરી કરી છે. 32 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 218 રન  છે. 

જોની બેરિસ્ટોએ આક્રમક બેટિંગ કરતા સિક્સ મારીને પોતાની સદી પૂરી કરી છે. બેરિસ્ટોની વનડેમાં 11મી સદી છે.  આ સાથે ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 207 રન બનાવી લીધા છે.   બેરિસ્ટો 102 અને સ્ટોક 45 રને રમતમાં છે.  


 

ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી 

27 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 175 રન છે. જોની બેરિસ્ટો 82 રન અને બેન સ્ટોક્સ 33 રને રમતમાં છે.  એવામાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધતી નજર આવી રહી છે. 

21 ઓવરમાં ઈંગ્લેન્ડો સ્કોર 130/1

21 ઓવર બાદ ઈંગ્લેન્ડે એક વિકેટના નુકસાન પર 130 રન બનાવી લીધા છે. જોની બેરિસ્ટો  56 અને સ્ટોક 16 રને રમતમાં છે.  

ઈંગ્લેન્ડને પ્રથમ ઝટકો

ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ ગઈ છે. જેસોન રોય 55 રન પર રન આઉટ થયો છે.  17 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 111 રન  છે. બેરિસ્ટો  52 રન બનાવી રમતમાં છે. 

જેસ રોયની ફિફ્ટી

શાનદાર બેટિંગ કરતા જેસ રોયે સિક્સ ફટકારીને પોતાની અડધી સદી નોંધાવી દીધી છે. ત્રણ વખત રોય મર્યાદિત ઓવરની શ્રેણીમાં અડધી સદીથી ચૂકી ગયો હતો. 15 ઓવર બાદ ઈંગ્લેન્ડે 87 રન  બનાવી લીધા છે. રોય 54 અને બેરિસ્ટો 30 રને રમતમાં છે. 





ઈંગ્લેન્ડનો સ્કોર 50 રનને પાર

10 ઓવર બાદ ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 59  રન બનાવી લીધા છે. જેસોન રોય 39 રન અને બરિસ્ટો 19 રને રમતમાં છે. 

7 ઓવરમાં ઈંગ્લેન્ડનો સ્કોર 40/0

7 ઓવરમાં ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 40 રન બનાવી લીધા છે. જેસોન રોય 34 રન અને બરિસ્ટો 5 રને રમતમાં છે. 

ઈંગ્લેન્ડની ધીમી શરુઆત

ઈંગ્લેન્ડે પાંચ ઓવર બાદ વિના વિકેટે 17 રન બનાવી લીધા છે. ઈંગ્લન્ડે ધીમી શરુઆત કરી છે. જેસોન રોય  અને બેરિસ્ટો રમતમાં છે.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડને 337 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા . કૃણાલ પંડ્યા 9 રન બનાવી અણનમ રહ્યો.  કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરતા 108 રન બનાવ્યા હતા. જ્યારે પંત 77, કોહલી 66 રન અને હાર્દિક પંડ્યાએ 35 રન બનાવ્યા હતા. 


 


પંત આઉટ

પંત 40 બોલમાં તોફાની બેટિંગ કરતા 77 રન બનાવી ટોમ કરનની ઓવરમાં જેસોન રોયના હાથે કેચ આઉટ થયો છે.  પંતે પોતાની ઈનિંગ દરમિયાન 3 ફોર અને 7 સિક્સ ફટકારી હતી.  ટીમ ઈન્ડિયા સ્કોર 5 વિકેટના નુકસાન પર 300 રનને પાર પહોંચી ગયો છે.  હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા રમતમાં છે. 

કેએલ રાહુલ સદી બનાવીને આઉટ

લોકેશ રાહુલે શાનદાર બેટિંગ કરતા 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 46 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 294 રન છે. પંત 76 રન અને હાર્દિક પંડ્યા 13 રને રમતમાં છે. 

કેએલ રાહુલની તાબડતોડ સદી

કેએલ રાહુલે બીજી વનડેમાં આક્રમક બેટિંગ કરતા સદી પુરી કરી છે. 108 બૉલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 100 સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયાનો સ્કૉર 44 ઓવર બાદ 3 વિકેટના નુકશાને 266 પર પર પહોંચ્યો છે. 

ઋષભ પંતની તોફાની ફિફ્ટી

ઋષભ પંતે બીજી વનડેમાં વિસ્ફોટક ઇનિંગ રમતા ફિફ્ટી ફટકારી છે. પંતે માત્ર 28 બૉલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે તોફાની 50 રનની ઇનિંગ રમી. 42 ઓવર બાદ ટીમનો સ્કૉર 247/3. કેએલ રાહુલના 97 રન પર ક્રિઝ પર છે.

ટીમ ઇન્ડિયા 200 રનને પાર

ભારતીય ટીમ 39 ઓવર બાદ 200 રનને પાર પહોંચી ગઇ છે. 39 ઓવર બાદ ભારતે 3 વિકેટના નુકશાને 203 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 82 રન અને ઋષભ પંત 22 રને ક્રિઝ પર છે. 

વિરાટ-રાહુલ વચ્ચે 100 રનની પાર્ટનરશીપ

વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે જબરદસ્ત પાર્ટનરશીપ જોવા મળી. શરૂઆતી બે વિકેટો ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાને બન્ને જણાને મજબૂતી આપી. 29મી ઓવરરમાં વિરાટ-રાહુલ વચ્ચે શતકીય ભાગીદારી પુરી થઇ. 119 બૉલમાં 100 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. 


 





ફિફ્ટી બાદ કેપ્ટન કોહલી આઉટ

ભારતીય ટીમને મોટો ફટકો લાગ્યો છે, કેપ્ટન વિરાટ કોહલી ફિફ્ટી ફટકાર્યા બાદ આઉટ. આદિલ રશીદના બૉલ પર શૉટ મારવા જતા બટલરના હાથમાં ઝીલાઇ ગયો. કોહલીએ 79 બૉલમાં 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સામેલ હતો. ભારતીય ટીમનો સ્કૉર 33 ઓવર બાદ 164/3, કેએલ રાહુલ 65 રન અને ઋષભ પંત 1 રને ક્રિઝ પર. 

ભારતીય ટીમ 150 રનને પાર

32 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 150 રનને પાર પહોંચી ગયો છે. 32 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ 2 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા છે. કેપ્ટન કોહલી 66 રન અને લોકેશ રાહુલ 60 રને ક્રિઝ પર છે. શરૂઆતી બે વિકેટ બાદ વિરાટ-રાહુલે શાનદાર રમત બતાવી છે. 

કેએલ રાહુલની દમદાર ફિફ્ટી

વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલે ફરી એકવાર બેટિંગમાં દમ બતાવ્યો છે. પ્રથમ વનડે બાદ બીજી વનડેમાં પણ રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી છે. કેએલ રાહુલે 68 બૉલમાં 52 રનની ઇનિંગ રમી છે, જેમાં 3 ચોગ્ગા સામેલ છે. ઉલ્લેખનીય છે કે કેએલ રાહુલે પ્રથમ વનડેમાં પણ 62 રનની ઉપયોગી અણનમ ઇનિંગ રમી હતી. 31 ઓવર બાદ ટીમ ઇન્ડિયા 149/2 પર છે.

વિરાટની સતત બીજી ફિફ્ટી

કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી છે, ઇંગ્લેન્ડ સામે સતત બીજી વનડેમાં બીજી ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલીએ 62 બૉલમાં 50 રનની ઇનિંગ રમી છે. જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સામેલ છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ પ્રથમ વનડેમાં પણ ઇંગ્લેન્ડ સામે 60 બૉલમાં દમદાર 56 રન ફટકાર્યા હતા. 27 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટે 126 રન પર પહોંચ્યો છે. કેએલ રાહુલ પણ ફિફ્ટીની નજીક પહોંચ્યો છે.

વિરાટ-રાહુલની જોડી

25 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 2 વિકેટ ગુમાવીને 112 રન પર પહોંચ્યો છે. કેપ્ટન કોહલી 44 રન અને કેએલ રાહુલ 36 રને ક્રિઝ પર છે. બન્ને વચ્ચે શાનદાર પાર્ટનરશીપ જોવા મળી રહી છે.

ટીમ ઇન્ડિયા 50 રનને પાર

ધીમી શરૂઆત બાદ ટીમ ઇન્ડિયા 50 રન બનાવી લીધા છે. 15 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કૉર 2 વિકેટે 66 રન પર પહોંચ્યો છે. કેપ્ટન વિરાટ કોહલી 23 રન અને કેએલ રાહુલ 11 રને ક્રિઝ પર છે.

ભારતની ધીમી રમત

શરૂઆતમાં બે વિકેટો ગુમાવ્યા બાદ ભારતીય ટીમની ધીમી શરૂઆત થઇ છે. 10 ઓવર બાદ 2 વિકેટ ગુમાવીને ટીમ ઇન્ડિયા 42 રન બનાવી શક્યુ છે. વિરાટ કોહલી 11 રન અને કેએલ રાહુલ શૂન્ય રને ક્રિઝ પર છે.

રોહિત શર્મા આઉટ

ભારતીય ટીમને બીજો મોટો ઝટકો લાગ્યો છે. આક્રમક બેટિંગ કરી રહેલા રોહિત શર્માને સેમ કરને આઉટ કરી દીધો છે. રોહિત શર્મા 25 રનના અંગત સ્કૉર પર સેમ કરનના બૉલ પર આદિલ રશીદના હાથમાં ઝીલાઇ ગયો છે. 10 ઓવર બાદ ટીમનો સ્કૉર 2 વિકેટે 41 રન, કેપ્ટન વિરાટ કોહલી 11 રન અને કેએલ રાહુલ 0 શૂન્ય રને રમતમાં.

ભારત-ઇંગ્લેન્ડ આમને-સામને

કુલ મેચ- 101
ભારતની જીત- 54
ઇંગ્લેન્ડની જીત- 42
ટાઇ મેચ- 02
પરિણામ વિનાની- 03

ભારતની ધીમી બેટિંગ

5 ઓવરના અંતે ભારતીય ટીમનો સ્કૉર 1 વિકેટ ગુમાવીને 13 રન પર પહોંચ્યો છે. ઉપકેપ્ટન રોહિત શર્મા 8 રન અને કેપ્ટન વિરાટ કોહલી 0 શૂન્ય રને રમતમાં છે. 

ભારતને પ્રથમ ઝટકો, શિખર ધવન આઉટ

ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઓપનર શિખર ધવન માત્ર 4 રન બનાવીને પેવેલિયન ભેગો થયો છે. ઇંગ્લેન્ડના બૉલર રીસે ટૉપ્લેએ ધવનને 4 રનના અંગત સ્કૉર પર બેન સ્ટૉક્સના હાથમાં ઝીલાવી દીધો.

પુણેમાં રમાઇ રહી છે બીજી વનડે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની ત્રણેય મેચો મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણેમાં રમાવવાની છે. પુણેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ ઇંગ્લિશ ટીમને 66 રનથી સજ્જડ હાર આપી હતી. આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે. ભારત સીરીઝ પર કબ્જો જમાવવાનો પ્રયાસ કરશે તો ઇંગ્લેન્ડ સીરીઝમાં બરાબરી કરવા ઝઝૂમશે.

ઋષભ પંતની વાપસી

ટીમ ઇન્ડિયામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપનામાં આવ્યુ છે. પ્રથમ વનડેમાં ઇજાગ્રસ્ત થયેલા શ્રેયસ અય્યરની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની ટીમમાં વાપસી થઇ છે. 


 





ભારતીય ટીમ

ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દૂલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા.


 





ઇંગ્લિશ ટીમ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન- જેસન રૉય, જૉન બેયરર્સ્ટો, બેન સ્ટૉક્સ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), લિયામ લિવિંસ્ટૉન, મોઇન અલી, સેમ કરન, ટૉમ કરન, આદિલ રશીદ, રીસ ટૉપ્લે.


 





લિયામ લિવિંગસ્ટૉને કર્યુ વનડે ડેબ્યૂ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં લિયામ લિવિંગસ્ટૉનને મોકો મળ્યો છે. લિયામ લિવિંગસ્ટૉનને વનડે કેપ આપવામાં આવી છે, આ સાથે લિયામ લિવિંગસ્ટૉને વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યુ છે. ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી, જૉસ બટલર કેપ્ટન


 





ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી, જૉસ બટલર કેપ્ટન

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે, ઇયૉન મોર્ગનની જગ્યાએ જૉસ બટલર આજની ડે-નાઇટ વનડેમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. પ્રથમ મેચમાં ઇજાના કારણે ઇયૉન મોર્ગનને બીજી વનડેમાંથી બહાર થવુ પડ્યુ છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs ENG 2nd ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને 6 વિકેટથી જીત મેળવી હતી.  જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.