નવી દિલ્હીઃ  લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને એક ઈનિંગ્સ અને 159 રનોથી હાર આપી છે. આ સાથે જ મેજબાન ટીમે ટેસ્ટ સીરિઝમાં 2-0થી લીડ મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 35.2 ઓવરમાં 107 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઈગ્લેન્ડની ટીમે 7 વિકેટે 396 રન બનાવી પોતાની પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી. ઈગ્લેન્ડે પ્રથમ ઈનિંગના આધારે 289 રનની લીડ મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોએ સરન્ડર કરતા સમગ્ર ટીમ 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

કોહલી 17 રને જ્યારે કાર્તિક શૂન્ય રને આઉટ થયો હતો.  રહાણે 13 રન બનાવી આઉટ થયો છે. એન્ડરસને મુરલી વિજય (0) બાદ કેએલ રાહુલ (10)ને પેવેલિયન મોકલી દીધો છે. ચેતેશ્વર પુજારા 17 રને આઉટ થયો હતો. અશ્વિન અને હાર્દિક પંડ્યા રમતમાં છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાઇ રહી છે. ભારતે પહેલી ઇનિંગમાં 35.2 ઓવરમાં 107 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવીને 7 વિકેટ પર 396 રન બનાવીને પહેલી ઇનિંગને ડિકલેર કરી દીધી છે. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગના આધારે 289 રનની લીડ મેળવી લીધી છે.

ભારતના 107 રનોના જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 7 વિકેટ ગુમાવીને 396 રન બનાવીને પોતાની પહેલી ઇનિંગને ડિકલેર કરી દીધી છે. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં ભારત પર 289 રનની લીડ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટૉક્સની જગ્યાએ સામેલ થયેલા ક્રિસ બોક્સે પોતાની પહેલી ટેસ્ટ સદી ફટકારી છે.

વોક્સે પંડ્યા દ્વારા નાંખવામાં આવેલી 71મી ઓવરની છેલ્લા બૉલર પર રન લઇને 100 રન પુરા કર્યા હતા. વોક્સે સૌથી વધુ 137 રન બનાવ્યા. તેને પોતાની ઇનિંગમાં 177 બૉલ રમીને 21 ચોગ્ગા ફટકાર્યા. વોક્સે જોની બેયરર્સ્ટા (93)ની સાથે 189 રનની ભાગીદારી કરી હતી