આજે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે, સાંજે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ ત્રણ ટી-20 મેચોની સીરીઝમાં ઇગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું હવે આજની વનડેમાં તે ફોર્મ્યૂલા અપનાવશે તો ભારત વનડેમાં પણ 2-1થી જીતી શકે છે. ભારત માટે ઇંગ્લેન્ડ ખુબ મહત્વનું છે કે કારણ કે આગામી વર્ષે ક્રિકેટ વર્લ્ડકપ -2019 અહીં રમાવવાનો છે.
ઇંગ્લન્ડ વનડે ટીમઃ- ઇયોન મોર્ગન (કેપ્ટન), જેસન રોય, જોની બેયર્સટો, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, જોય રૂટ, જેક બાલ, ટોમ કુરેન, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, બેન સ્ટોક્સ, આદિલ રાશિદ, ડેવિડ વિલે, માર્ક વુડ.
ભારતીય વનડે ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, સુરેશ રૈના, હાર્દિક પંડ્યા, કુલદીય યાદવ, યજુવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, સિદ્ધાર્થ કૌલ, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકર અને ભુવનેશ્વર કુમાર.
આ મેચનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે. આ ટૂર્નામેન્ટના સત્તાવાર બ્રૉડકાસ્ટર્સ છે.
આજની મેચનું તમે ઓનલાઇન જોવા માગતા હોય તો, તમે મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ SonyLiv પર થશે.
ભારત અને ઇંગ્લન્ડ વચ્ચે આજની ત્રીજી વનડે ઇંગ્લેન્ડના લોર્ડ્સના હેડિંગ્લે મેદાન પર રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 5 વાગે શરૂ થશે. જોકે ટૉસ સાંજે 4:30 વાગે થઇ જશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ત્રીજી અને નિર્ણયાક મેચ આજ લોર્ડ્સના હેડિંગ્લે મેદાનમા રમાશે. પહેલી બે વનડેમાં પ્રથમ ટીમ ઇન્ડિયાએ જીતી હતી જ્યારે બીજી વનડેમાં ઇગ્લિશ ટીમ ભારતને માત આપીને જીત સાથે સીરીઝમાં 1-1થી બરાબરી કરી હતી. હવે આજની મેચ બન્ને ટીમો માટે મહત્વની છે.