આ ભારતીય ક્રિકેટરનું જમવાનું બિલ આવ્યું સાત લાખ રૂપિયા, જાણો શું છે હકીકત
ક્રિકેટ કરિયરમાં આકાશ ચોપડાએ ભારત તરફથી દસ ટેસ્ટ મેચ રમી છે. આ દસ મેચ દરમિયાન રમાયેલી 19 ઈનિંગમાં આકાશે 437 રન બનાવ્યાં હતાં. આ દરમિયાન તેણે બે અર્ધશતક પણ લગાવ્યાં હતાં. ટેસ્ટ ઉપરાંત આકાશે આઈપીએલની પહેલી સીઝન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી હતી. જોકે, તેને ખાસ સફળતા મળી નહોતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે આકાશ ચોપડા ક્રિકેટમાં વધારે ફેમસ નથી થયો પરંતુ તેણે કમેન્ટ્રી દ્વારા પોતાની એક અલગ જ ઓળખ ઉભી કરી હતી. આકાશને લખવાનો પણ શોખ છે. તેણે અત્યાર સુધીમાં ‘નંબર્સ ડૂ લાઈ’, ’ધ ઈનસાઈડર’, ’બિયોન્ડ ધ બ્લૂ’, ’આઉટ ઓફ ધ બ્લૂ’ જેવા પુસ્તક પણ લખ્યાં છે.
આકાશે કહ્યું કે, હકીકતમાં ઈન્ડોનેશિયામાં ભારતના એક રુપિયાહની કિંમત 210 રુપિયા માનવામાં આવે છે. આથી સાત લાખ રુપિયાહ ઈન્ડોનેશિયન કરન્સીના હિસાબે 3333.33 રુપિયા છે. આકાશે પોતે જ આ વાતનો ખુલાસો કરીને ફેન્સની શંકાઓને દૂર કરી હતી.
આકાશે જેવી આ તસવીર શૅર કરી હતી કે ફેન્સે તેની પર કમેન્ટ કરવાનું શરુ કર્યું હતું. કેટલાક ફેન્સે ટીકા કરી હતી તો કેટલાક ફેન્સે આકાશનો સપોર્ટ કર્યો હતો. જોકે થોડો સમય સુધી ચુપ રહ્યા બાદ આકાશે આ મામલે ખુલાસો કર્યો હતો.
નવી દિલ્હીઃ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ પોતાના અક ટ્વીટથી બધાને હેરાન કરી મૂક્યા છે. આકાશે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કોઈ રેસ્ટોરન્ટના બિલની એક તસવીર શેર કરી હતી. આ તસવારની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, એક વ્યક્તિના ભોજન માટે 7 લાખનું બિલ ભર્યું, વેલકમ ટૂ ઇન્ડોનેશિયા. જોકે તેની આ તસવીરને કારણે તે ટ્રોલરના નિશાને આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -