India vs England, 3rd Test: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા જ દિવસે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવી દીધું છે.

abpasmita.in Last Updated: 25 Feb 2021 08:17 PM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ રોમાંચક મોડ પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ભારતને તેની પ્રથમ ઈનિંગમાં 145 રન પર ઓલઆઉટ કરી દીધું હતું.પ્રથમ દિવસ બેટિંગ કરવા ઉતરેલી...More

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ડે નાઈટ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી છે. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું અને ટીમ ઈન્ડિયાને જીત માટે 49 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 7.4 ઓવરમાં 10 વિકેટે જીત હાંસલ કરી લીધી હતી. આ સાથે સીરિઝ પર 2-1થી કબજો કરી લીધો છે.