આજે ઈંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટ: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર? કોનું-કોનું કપાઇ શકે છે પત્તું?
ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તું કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટ કિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઈજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી શકે છે.
જો સીરીઝને બચાવવી હશે અને લાજ સાચવવી હશે તો કોહલી એન્ડ કંપનીને નોટિંઘમ ટેસ્ટમાં યોગ્ય કોમ્બિનેશન સાથે ઉતરવું પડશે. હાલની પરિસ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા નોટિંઘમમાં બે મોટા ફેરફારો કરી શકે છે.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-0થી પાછળ છે. સતત બે ટેસ્ટ હાર્યા બાદ ભારત પર દબાણ વધી રહ્યું છે, એડબેઝસ્ટોન અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. કેટલાક ખેલાડીઓનું પત્તું કપાઈ શકે છે. આજે ત્રીજી ટેસ્ટ મેચ નોટિંઘમમાં રમાવવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -