મેચ બાદ કેપ્ટન કોહલીએ કહ્યું, એસજી બોલનું સ્તર પહેલા જેવું નહોતું. બોલ 60 ઓવર પૂરી થયા બાદ ખરાબ થઈ રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આમ ન થવું જોઈએ. તેમનની ટીમને આવી આશા નહોતી. આ કોઈ બહાનું નથી પરંતુ ઈંગ્લેન્ડની ટીમ સારી રમત રમી અને જીતના હકદાર હતા.
2018માં પણ કોહલી થયો હતો SG બોલથી નારાજ
વર્ષ 2018માં પણ ભારતીય કેપ્ટને એસજી બોલની ગુણવત્તા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમણે સૂચન આપ્યું કે ઇંગ્લેન્ડમાં બનેલા ડ્યુક બોલથી વિશ્વભરમાં ટેસ્ટ ક્રિકેટ રમવું જોઈએ. તે પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારતના પ્રવાસે હતી. ત્યારે વિરાટે કહ્યું હતું કે 'મારું માનવું છે કે ડ્યુકનો બોલ ટેસ્ટ ક્રિકેટ માટે શ્રેષ્ઠ છે. હું આ બોલને વિશ્વભરમાં વાપરવાની ભલામણ કરીશ. તેની સીમ કડક અને સીધી છે અને આ બોલ સુસંગતતા જાળવે છે.
બોલને લઈ આઈસીસીની છે માર્ગદર્શિકા?
બોલનો ઉપયોગ કરવા અંગે આઈસીસી તરફથી કોઈ વિશેષ માર્ગદર્શિકા નથી. વિશ્વના વિવિધ દેશો વિવિધ પ્રકારના બોલનો ઉપયોગ કરે છે. ભારત તેના દેશમાં બનેલા 'એસજી' બોલનો ઉપયોગ કરે છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝમાં ડ્યુક જ્યારે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા કુકાબુરાનો ઉપયોગ કરે છે.
કઈ કંપની બનાવે છે આ બોલ
મેરઠ સ્થિત Sanspareils Greenlands (SG) આ બોલ બનાવે છે. એવા અહેવાલો આવ્યા છે કે મેરઠની કંપનીએ આ ટેસ્ટ શ્રેણી એક નવો બોલ બનાવ્યો છે. એસજી માર્કેટિંગના ડાયરેક્ટર પારસ આનંદે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ખેલાડીઓ શું કીધું છે તે મેં સાંભળ્યું છે. જો બોલ 60 ઓવર બાદ ખરાબ થઈ જતો હોય તો પિચનું કારણ હોઈ શકે છે. દરેક સપ્તાહે અમે વિવિધ પીચ પર 50 થી 60 ઓવર બાદ બોલનું નિરીક્ષણ કરીએ છીએ. ખેલાડીઓની ફરિયાદ બાદ 2018માં કંપનીએ ક્વોલિટીમાં સુધારો કર્યો હતો.