ભારતીય ટીમના ક્યા ક્રિકેટરે રનઆઉટ માટે કોહલીને નહી પણ પૂજારાને જવાબદાર ઠેરવતાં ક્રિકેટ ચાહકો ભડક્યા ?
જો કે બીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમ વતી મીડિયા સામે આવેલા અજિંકય રહાણેએ કેપ્ટન કોહલીની ખુશામત કરતો હોય તેવી રીતે કહ્યું હતુ કે, એ રન આઉટ માટે તો પુજારા ખુદ જવાબદાર હતો. પોતાના સાથી બેટ્સમેનના આત્મવિશ્વાસને તોડી પાડતી કોમેન્ટ જાહેરમાં કરવા બદલ રહાણે સામે આક્રોશ ફેલાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ વખતે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ભૂલને કારણે 25 બોલ રમી ચૂકેલા અને સારી બેટિંગ કરીને ધબડકો ખાળનારા ચેતેશ્વર પુજારાએ રનઆઉટ થવું પડયું હતુ. આ રનઆઉટમાં પુજારાને આઉટ કરાવવા માટે કેપ્ટન કોહલી જ જવાબદાર હોવાનું સ્પષ્ટ રીતે દેખાતું હતુ.
લંડનઃ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને ધોળકું ધોળીને શરમજનક દેખાવ કર્યો તેના કારણે ચાહકોમાં આક્રોશ છે ત્યારે અકિંજય રહાણેની કોમેન્ટથી ચાહકોનો આક્રોશ વધ્યો છે. આ મેચની પહેલી ઈનિંગ્સમાં ટીમ ઈન્ડિયા સસ્તામાં ઓપનરોની વિકેટ ગુમાવી ચૂકી હતી ને મુશ્કેલીમાં હતી.
આ રીતે રહાણેએ ઈશારો કર્યો કે, પુજારાને જો આગળ વધવુ હોય તો તેણે પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ અને પછી જ તેને આગળ વધવાની તક મળી શકે છે. રહાણેના આ વલણના કારણે ક્રિકેટ ચાહકોમાં રોષ છે. રહાણે પોતાનું સ્થાન બચાવવા કોહલીની ખુશામત કરી રહ્યો છે તેવું ક્રિકેટ ચાહકોનું માનવું છે.
રહાણેએ ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા અને કોહલીની લોબીને સારુ લગાડવા માટે એવી કોમેન્ટ કરી હતી કે, મને લાગે છે કે, આ રનઆઉટમાં પુજારાની ભૂલ હતી. બધી બાબતોમાં સ્વીકાર કરવો એ પાયાની બાબત છે. ઈંગ્લેન્ડમાં રમતાં કોટ બિહાઈન્ડ થાવ કે રનઆઉટ, ભૂલ સ્વીકારીને આગળ વધવું પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -