હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડના ક્યા-ક્યા પાંચ ખેલાડીઓની વિકેટ ઝડપી, જાણો વિગત
હાર્દિક પંડ્યાએ આ ટેસ્ટમાં 28 બોલમાં પાંચ વિકેટ પોતાના નામે કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી ઓછા બોલમાં પાંચ વિકેટ લેવાના મામલામાં પંડ્યા માત્ર બે બોલથી હરભજન સિંહથી પાછળ રહી ગયો હતો. હરભજને વર્ષ 2006માં કિંગ્સટનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 27 બોલમાં 5 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેદાન પર હાર્દિક ભારત તરફથી એક પારીમાં પાંચ વિકેટ લેનારો ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા ઝાહીર ખાન અને ભુવનેશ્વર કુમાર આ રેકોર્ડ બનાવી ચુક્યા છે.
હાર્દિક પંડ્યાએ રવિવારે અત્યાર સુધી કોઈ ભારતીય બોલરે કરી નથી બતાવ્યું તે કરી બતાવ્યું. હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. સૌથી મુખ્ય વાત એ છે કે તેણે તેની ફક્ત 6 ઓવરમાં 28 રન આપ્યા હતાં.
હાર્દિક પંડ્યાએ શાનદાર દેખાવ કરતા 28 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ તેની કારકિર્દીમાં પહેલી વખત ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. પાંચમી વિકેટ ઝડપતાંની સાથે જ ચાહકોએ તાલીઓ પાળીને તેને અભિનંદન આપ્યા હતાં.
હાર્દિક પંડ્યાએ જો રૂટને 16 રને આઉટ કર્યો હતો. બેરિસ્ટોન 15 રન બનાવી હાર્દિક પંડ્યાની ઓવરમાં સ્પિલમાં કેચ આઉટ થયો હતો. ક્રિસ વોક્સ 8 રન બનાવીને હાર્દિકની ઓવરમાં કેચ આઉટ થયો હતો. રાશિદ 5 રન બનાવીને કેચ આઉટ થયો હતો. બ્રોડ શૂન્ય રનમાં હાર્દિક પંડ્યાની ઓવરમાં એલબીડબલ્યૂ થયો હતો.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં બે વિકેટના નુકસાન પર 124 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 292 રનની લીડ મેળવી લીધી છે. ઇગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવ્યો હતો અને પાંચ વિકેટ ઝડપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -