આ ટીવી એક્ટ્રેસના પતિને ધમકાવવા લાગ્યો ફેન, ઘરે પહોંચી કરી આવી માગણી
સૌમ્યાએ જણાવ્યું હતું કે, તે મારી બિલ્ડિંગ પર સાંજે 6 કલાકે પહોંચ્યો હતો અને ગાર્ડે મને આઠ વાગ્યે જણાવ્યું હતું. હું તેને એકલી મળવામાં ગભરાતી હતી આથી મેં મારા પતિના આવવાની રાહ જોઈ અને પહેલા તેની સાથે વાત કરી હતી. થોડા સમય પછી હું નીચે આવી અને તેને જમવાનું આપ્યું અને અહિથી જવા માટે કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ટીવીની જાણીતી કોમેડી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’ની અનિતા ભાભી એટલે કે સૌમ્યા ટંડનને હાલમાં જ એક ફેને પરેશાન કરી મુકી હતી. મીડિયા અહેવાલ અનુસાર ભોપાલથી એક ફેન સૌમ્યાને મળવા તેની બિલ્ડિંગ બહાર આવી ગયો. ત્યાર બાદ તે સૌમ્યાને મળવાની જીદ કરવા લાગ્યો. જ્યારે સૌમ્યાએ મળવાની ના પાડી તો ફેને ખુદને નુકસાન પહોંચાડવાની ધમકી આપી. આ પછી સૌમ્યા તે ફેનને મળી હતી અને સમજાવ્યો હતો.
સૌમ્યા તેના આ ક્રેઝી ફેનને મળી હતી. આ ઉપરાંત તેના માતા-પિતા સાથે પણ વાત કરી હતી જેથી તે યુવક સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. સૌમ્યાએ જણાવ્યું હતું કે, તે યુવકે મારા પતિને ધમકી આપી હતી કે જ્યાં સુધી હું તેને નહીં મળું ત્યાં સુધી તે નહિ જાય. તેણે એ પણ જણાવ્યું કે તે ભોપાલથી આવ્યો છે અને સવારથી કશું જ ખાધું નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -