India vs England: ઇજા હોવા છતાં ચોથી ટેસ્ટ રમવા માંગે છે આ આક્રમક ખેલાડી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોની બેયર્સ્ટોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી આંગળી હવે ઠીક થઇ ગઇ છે, હાલ કોઇ સોજો નથી અને પહેલા કરતાં વધુ આરામ છે. થોડાક દિવસો પહેલા હું ખિસ્સામાં પણ હાથ ન હતો નાંખી શકતો પણ હવે બરાબર છે. હું વિકેટકીપિંગ કરવાની કોશિશ કરીશ.
નોંધનીય છે કે, જોની બેયર્સ્ટો ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકિપીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પછી તપાસમાં ખબર પડી કે તેને આંગળીમાં ફેક્ચર છે. જોકે, હાડકુ તુટવા છતાં પણ તે પોતાની જગ્યાએથી ડિસ્લોકેટ ન હતી થઇ, આ કારણે જ જોની બેયર્સ્ટો આ ઇજામાંથી જલ્દી બહાર આવવાની સંભાવના દર્શાવી હતી. બાદમાં જોની બેયર્સ્ટોની ગેરહાજરીમાં બટલરે વિકેટકીપિંગ કરી હતી.
ઇજાગ્રસ્ત જોની બેયર્સ્ટોએ કહ્યું કે, તે ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ હોવા છતાં ભારત વિરુદ્ધ સાઉથહેમ્પટન ચોથી ટેસ્ટમાં રમવા માંગે છે, આ ટેસ્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે. તેને કહ્યું કે હું બેટ્સમેન તરીકે રમવા માટે ફીટ થઇ ગયો છું પણ વિકેટકીપિંગ પણ કરવા માંગુ છું.
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટે શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ માટે બન્ને ટીમોમાં નવા ખેલાડીઓને ચાન્સ મળી શકે છે. આ બધાની વચ્ચે હવે નવા રિપોર્ટસ અવી રહ્યાં છે કે ઇંગ્લેન્ડનો આક્રમક ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન જોની બેયર્સ્ટો ઇજાગ્રસ્ત થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -