આગામી બે દિવસ વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ થઈ શકે છે વરસાદ
ગુજરાતમાં વિવિધ જગ્યા પર છેલ્લા 24 કલાકમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તાલુકામાં ધીમીધારે વરસાદ થઈ રહ્યો છે. વલસાડ, ડાંગ, સુરત, ભાવનગરમાં વરસાદ વરસ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ જામનગરના જોડિયા તાલુકા અને પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. અડધા ઈંચથી 2 ઇંચ વરસાદ પડ્યો હતો. તેમજ દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદી જોરનું વાતાવરણ છે. જોડિયા, બાલંભા, ઊંટબેટ, સામપર સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતા લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતમાં આગામી બે દિવસમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયેલું જોવા મળ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં ફરી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. આગાહી પ્રમાણે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની મોટી આગાહી છે કે આગામી 2 દિવસમાં મેઘમહેર થઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -