IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની આજની ત્રીજી ટેસ્ટ ભારત માટે કરો યા મરો સમાન, જાણો ક્યારે શરૂ થશે?
બેન સ્ટોક્સે લોર્ડ્સ ટેસ્ટમાં બહાર રહ્યા બાદ ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમમાં વાપસી કરી છે. સૈમ કુરનને ઈલેવનમાંથી બહાર કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજની ટેસ્ટ મેચમાં રિષભ પંત દિનેશ કાર્તિકની જગ્યાએ રમાડી શકાય છે. ટીમની પસંદગી માટે કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મહેનત કરવી પડશે. કેપ્ટનને બાદ કરતા ટીમના અન્ય બેટ્સમેન અત્યાર સુધીમાં ફ્લોપ રહ્યા છે. ખાસ કરીને ટોપ ઓર્ડર મોટી સમસ્યા બની ગઈ છે. ઓપનર્સ શિખર ધવન, મુરલી વિજય અને કેએલ રાહુલ ક્રિજ પર ટકવામાં નિષ્ફળ રહ્યા છે.
લંડન: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની સીરીઝનો ત્રીજો મુકાબલો આજે નોટિંગહામમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટમાં હારનો સામનો કરેલી ભારતીય ટીમ માટે આજે કરો યા મરોની સ્થિતિ છે. ભારતીય ટીમમાં ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ફેરફાર જોવા મળશે જેમાં ત્રણથી ચાર ખેલાડીઓનું રીપ્લેસમેન્ટ થઈ શકે છે. ભારતીય સમય પ્રમાણે મેચ 3.30 વાગ્યે શરૂ થશે.
આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ અંગ્રેજી કૉમેન્ટ્રીમાં Sony Six અને Sony Six Hd પર જ્યારે હિન્દી કોમેન્ટ્રી SONY TEN 3 અને SONY TEN 3 HD પર જોઈ શકાશે થશે. Sony LIV પર લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
મધ્યક્રમના બેટ્સમેન અજિંક્યો રહાણે અને બેટ્સમેન દિનેશ કાર્તિક પણ ફેલ રહ્યા છે. એવામાં દિલ્હીના બેટ્સમેન રિષભ પંતને ટીમમાં સામેલ કરાય તેવી શક્યતા છે. જસપ્રીત બૂમરાહને પણ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -