નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે સીરીઝની બીજી વનડે મેચ રમાશે. બન્ને દેશો વચ્ચે ત્રણ મેચોની સીરીઝ પુણે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પ્રથમ વનડેમાં ભારતીય ટીમે જબરદસ્ત રીતે  મહેમાન ટીમને 66 રનોથી હાર આપી હતી, સીરીઝમાં ભારતીય ટીમે 1-0થી લીડ બનાવી છે. આવતીકાલે ભારત સીરીઝ કબજે કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે તો ઇંગ્લેન્ડ ટીમ સીરીઝમાં  બરાબરી કરવાના જીતના ઇરાદે મેદાનમાં ઉતરશે. 


પ્રથમ વનડેમાં ટૉસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.  ભારત તરફથી 50 ઓવર રમીને 317 રનોનો જંગી સ્કૉર ઉભો કરી દેવામાં આવ્યો હતો. જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માત્ર 251 રનમાં જ ઓલઆઉટ થઇ જતા ટીમ ઇન્ડિયાએ મેચને 66 રનથી જીતી લીધી હતી. મેચમાં સૌથી વધુ શિખર ધવને 98 રનની દમદાર ઇનિંગ રમી હતી. 


ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની બીજી વનડે ક્યારે રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે બીજી વનડે મેચ શુક્રવાર, 26 માર્ચ 2021ના દિવસ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 1: 30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ટૉસ 1:00 વાગે થશે. 


ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ.... 
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની બીજી વનડે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પૉર્ટ્સના હિન્દી અને ઇંગ્લિશ ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત આ મેચ દુરદર્શન સ્પૉર્ટ્સ ચેનલ પરથી પણ જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર ( Disney+ Hotstar) પરથી પણ જોઇ શકાશે. 


ભારતીય ટીમ- 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધિ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.


ઇંગ્લેન્ડ ટીમ-
ઇયૉન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જૉની બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જૉસ બટલર, સેમ કરન, ટૉમ કરન, લિયામ લિવિંગસ્ટૉન, મેટ પાર્કિંસન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસ ટૉપલે, માર્ક વૂડ, જેક બૉલ, ક્રિસ જૉર્ડન, ડેવિડ મલાન.