લાહોરઃ અભિનેત્રી સબા બુખારીએ પાકિસ્તાની મનોરંજન ઇન્ડસ્ટ્રીની ડાર્ક સાઇડને ઉજાગર કરીને સનસની મચાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર તેને પોતાના અનુભવને શેર કરતાં કાસ્ટિંગ કાઉચ જેવા મુદ્દાનો ખુલાસો કર્યો છે. સબા બુખારીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરની સાથે એક કેપ્શન પૉસ્ટ કર્યુ છે, જે એક અભિેનત્રી હોવાના કાળા પક્ષને ઉજાગર કરી રહી છે. 


પાકિસ્તાની મનોરંજન ઇન્ડસ્ટ્રી પર કાસ્ટિંગ કાઉચનો આરોપ....
તેમને જણાવ્યુ કે, તેને સલાહ આપવામાં આવી હતી કે -તમારી અંદર આત્મવિશ્વાસ નથી, અને આ ઇન્ડસ્ટ્રીમાં આગળ નથી વધી શકતી. સમસ્યા એ છે કે તુ પ્રભાવી છોકરી છો અને આ ધંધામાં સારી છોકરી સફળતા હાંસલ નથી કરી શકતી. અમારે તને કામ અને કિંમત કેમ આપવી જોઇએ, જ્યારે અન્ય છોકરીઓ કામના બદલે સુવા માટે તૈયાર છે. અભિનેત્રીએ સ્વીકાર કર્યો કે ઇન્ડસ્ટ્રીના અલગ અલગ પુરુષો પાસેથી આ શબ્દો સાંભળ્યા બાદ તેના સપનાઓ બિલકુલ તુટી ગયા. 



કોણ છે સનસનીખેજ આરોપ લગાવનારી સબા બુખારી?
સબા બુખારીએ પાકિસ્તાની કેટલીય ડ્રામા સીરિયલમાં કામ કર્યુ છે. અભિનેત્રીનો શોખ પુરો કરવા માટે 2013માં તને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. રસ્મ-એ-દુનિયા અને જુદાઇ જેવી સીરિયલ પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોપ્રિય રહ્યા છે. બીબીસી સાથે વાત કરતાં જોકે, તેને કોઇ ડાયરેક્ટરનુ સીધુ નામ ન હતુ લીધુ, પરંતુ તેને પોતાના કાસ્ટિંગ કાઉચ જેવા આરોપો પર મજબૂતીથી ઉભા રહેવાની વાત કહી હતી. 


દુનિયાભરમાં મનોરંજન જગતમાં યૌન ઉત્પીડનનો મામલો ખુબ ચર્ચામાં આવ્યો છે. કેટલીય બૉલીવુડ અને હૉલીવુડ એક્ટ્રેસીસે પુરુષ ડાયરેક્ટરની સાથે કામના બદલામાં સમાધાન કરવાના અનુભવને શેર કર્યા છે. સબા બુખારીની પૉસ્ટ સામે આવ્યા બાદ કેટલાય લોકોએ પોતાના સમર્થન આપ્યુ છે. જોકે તેની મંશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડવાની નથી. સબાનુ માનવુ છે કે મહેનત અને યોગ્યતાના બળ પર તેને સારુ કામ મળે.