Ind v Eng: ચોથી ટેસ્ટ દરમિયાન બની શકે છે આ રેકોર્ડ, જાણો વિગત
લંડનઃ ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સીરીઝનો ચોથો મુકાબલો આજે સાઉથમ્પટનમાં રમાશે. મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. આ મેચમાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ વિશેષ રેકોર્ડ બનાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથમ્પટન ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 6 રન બનાવતાંની સાથે જ 6000 રન બનાવનારો ભારતનો 10મો ખેલાડી બની જશે. કોહલી અત્યાર સુધી 69 ટેસ્ટમાં 23 સદી અને 18 અડધી સદી ફટકરી ચુક્યો છે. જેમાં 6 બેવડી સદીનો પણ સમાવેશ થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની સરેરાશ 54.49ની છે.
ઈશાંત શર્મા 1 વિકેટ લેતાની સાથે જ ટેસ્ટમાં 250 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવશે. ભારત તરફથી આવી ઉપલબ્ધિ મેળવનારો સાતમો બોલર બની જશે. 85 ટેસ્ટમાં ઈશાંત શર્મા 249 વિકેટ ઝડપી ચૂક્યો છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 7/74 છે.
ચોથી ટેસ્ટમાં એન્ડરસન પાસે ઇતિહાસ રચવાની તક છે. તે સાઉથમ્પ્ટન ટેસ્ટ મેચમાં સાત વિકેટ લઇ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટો લેનાર ઝડપી બોલર બની શકે છે. 36 વર્ષિય જેમ્સ એન્ડરસને 141 ટેસ્ટ મેચમાં 557 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાનો ગ્લેન મેકગ્રા 563 ટેસ્ટ વિકેટ સાથે ફાસ્ટ બોલરોની યાદીમાં ટોચ પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -