આવતીકાલે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
ટી-20 સીરીઝ માટે ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનિષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વરકુમાર, દીપક ચાહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેદ યાદવ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચનું લાઇવ પ્રસારણ રાત્રે 10.00 વાગે સોની સિક્સ ચેનલ પર કરવામાં આવશે.
આયરલેન્ડને હરાવ્યા બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ઉતરશે.
મંગળવારે શરૂ થઇ રહેલી ટી-20 સીરીઝ પહેલા ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો આવ્યા છે, જેમાં ખાસ કરીને ફાસ્ટ બૉલર જસપ્રૂત બુમરાહ આંગળીની ઇજાના કારણે સીરીઝમાંથી બહાર થયો છે, સાથે વૉશિંગટન સુંદર પણ મેચમાં નથી. જોકે, આ બન્નેની જગ્યાએ ટીમમાં ફાસ્ટ બૉલર દીપક ચહર અને ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને સમાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પછીની બે ટી-20 મેચો કાર્ડિફ અને બ્રિસ્ટનમાં રમાશે.
નવી દિલ્હીઃ આવતીકાલ મંગળવારે ભારત-ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 સીરીઝની પ્રથમ મેચ રમવા મેદાનમાં ઉતરશે. ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ ટી-20 મેચો રમવાની છે જેમાં કાલે પ્રથમ મેચ માન્ચેસ્ટર ગ્રાઉન્ડમાં રમાશે. ટીમ ઇન્ડિયામાં ટી-20 મેચ માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -