ઈંગ્લેન્ડ વિરૂદ્ધ T20માં ઇજાગ્રસ્ત સુંદર-બુમરાહની જગ્યાએ પ્રથમ વખત આ ખેલાડીઓ થયા સામેલ
બીસીસીઆઈના સચિવ અમિતાભ ચૌધરીએ જણાવ્યું કે,’અખિલ ભારતીય સીનિયર પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝ માટે વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કુણાલ પંડ્યાએ ભારતીય ટી20 ટીમમાં અક્ષર પટેલની પસંદગી કરી છે.’
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ, ઉમેશ યાદવ.
સુંદર ડાબી ઘૂંટીમાં ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની સમગ્ર સીરિઝની બહાર થયો છે. તેને ડબ્લિનમાં અભ્યાસ દરમિયાન ઈજા થઈ હતી. બુમરાહના ડાબા અંગૂઠામાં ઈજા થઈ છે. જેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરિઝમાં રમી નહિ શકે. બુમરાહ આયર્લેન્ડ સામેની પહેલી ટી20 મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.
નવી દિલ્હીઃ દીપક ચહર અને કૃણાલ પંડ્યાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 3 મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બન્ને ખેલાડીઓને ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહ અને વોશિંગ્ટન સુંદરના સ્થાન પર ટીમમાં સમાવવામાં આવ્યા છે. વોશિંગ્ટન સુંદર વનડે ટીમનો ભાગ હતા, માટે વનડે ટીમમાં તેની જગ્યાએ અક્ષર પટેલને તક આપવામાં આવી છે. 12 જુલાઈથી નોટિંઘમમાં શરુ થતી ત્રણ વનડે મેચની સીરિઝ માટે વોશિંગ્ટનની જગ્યાએ અક્ષર પટેલને ટીમમાં લેવામાં આવ્યો છે.