✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈંગ્લેન્ડના ક્યા બોલરની ફિરકીમાં ફસાયા ટીમ ઈન્ડિયાના આ ચાર ખેલાડીઓ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2018 08:40 AM (IST)
1

લાંબી પાર્ટનરશિપ બાદ વિરાટ કોહલી 58 અને અજિંક્ય રહાણે 51 રને મોઈન અલી ફિરકીમાં ફસાઈ ગયા હતા. આ ઉપરાંત રિષભ પંત 18 રને અને મોહમ્મદ શમી 8 રને મોઈન અલીની ઓવરમાં આઉટ થયા હતાં.

2

જોકે, ત્યારબાદ કેપ્ટન કોહલી અને રહાણેએ બાજી સંભાળતા ચોથી વિકેટ માટે 101 રન જોડ્યા હતા અને જીતની આશા જન્માવી હતી જોકે પણ મોઈન અલીએ વિરાટ (58) આઉટ કરી ગાબડું પાડી દીધું હતું અને ત્યાર બાદ ભારતીય બેટ્સમેનો ફટાફટ આઉટ થયા હતા અને જોતજોતામાં ટીમ 184 રન પર આઉટ થઈ ગઈ હતી.

3

અગાઉ ભારતે 245 રનના ટાર્ગેટનો પીછો કરતા 22 રનમાં જ ત્રણ વિકેટો ગુમાવી દીધી હતી. લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા અને શિખર ધવન સસ્તામાં આઉટ થઈ જતા ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

4

ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઈનિંગમાં પણ પાંચ વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સે 2-2 વિકેટો ઝડપી હતી. આ વિજયની સાથે જ ઈંગ્લેન્ડ 3-1થી સીરીઝ જીતી ગઈ છે અને હવે પાંચમી તથા અંતિમ ટેસ્ટ ઔપચારિક બની ગઈ છે.

5

બેટ્સમેનોના ફરી એકવાર કંગાળ પ્રદર્શનને લીધે ભારતીય ટીમે ચોથી ટેસ્ટની સાથે-સાથે સીરીઝ પણ ગૂમાવી પડી છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને 245 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા માત્ર 184 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંગ્લેન્ડના ક્યા બોલરની ફિરકીમાં ફસાયા ટીમ ઈન્ડિયાના આ ચાર ખેલાડીઓ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.