નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ (India vs england) વચ્ચે આજે પુણે ગ્રાઉન્ડ પર સીરીઝની છેલ્લી અને ફાઇનલ મેચ રમાવવાની છે. ત્રણ મેચોની વનડે સીરીઝે પુણે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. સીરીઝમાં બન્ને ટીમો 1-1થી બરાબરી પર છે, જેથી આજની મેચ બન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ છે.  ટીમ ઇન્ડિયા આજની મેચમાં જીત મેળવીને વનડેમાં બાદશાહત જમાવવા પ્રયાસ કરશે. જ્યારે ઇંગ્લિશ ટીમ આજની મેચ જીતીને વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ જાળવી રાખવા પ્રયાસ કરશે. (Final ODI) 


બીજી વનડેમાં બન્ને ટીમો (India vs england) વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી, ભારતીય ટીમે આપેલા 337 રનના ટાર્ગેટને ઇંગ્લિશ ટીમે પીછો કરીને ભારતને હાર આપી હતી. આજની ફાઇનલ વનડે (Final ODI)  મેચ પુણે ગ્રાઉન્ડમાં કેટલા વાગે ને રમાશે. જાણો ડિટેલ.....


ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સીરીઝની બીજી વનડે ક્યારે રમાશે?
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ત્રીજી અને ફાઇનલ વનડે મેચ રવિવાર, 28 માર્ચ 2021ના દિવસ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમયાનુસાર મેચ બપોરે 1: 30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ટૉસ 1:00 વાગે થશે. 


ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ.... 
ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે સીરીઝની ફાઇનલ વનડે મેચનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પૉર્ટ્સના હિન્દી અને ઇંગ્લિશ ચેનલો પર જોઇ શકાશે. આ ઉપરાંત આ મેચ દુરદર્શન સ્પૉર્ટ્સ ચેનલ પરથી પણ જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર ( Disney+ Hotstar) પરથી પણ જોઇ શકાશે. 


ભારતીય ટીમ- (Team india)
વિરાટ કોહલી (કેપ્ટન) (Virat Kohli), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધિ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.


ઇંગ્લેન્ડ ટીમ- (England team)
ઇયૉન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જૉની બેયરર્સ્ટો, સેમ બિલિંગ્સ, જૉસ બટલર, સેમ કરન, ટૉમ કરન, લિયામ લિવિંગસ્ટૉન, મેટ પાર્કિંસન, આદિલ રશિદ, જેસન રૉય, બેન સ્ટૉક્સ, રીસ ટૉપલે, માર્ક વૂડ, જેક બૉલ, ક્રિસ જૉર્ડન, ડેવિડ મલાન.