ભારતે T20માં મેળવી સૌથી મોટી જીત, આયરલેન્ડને 143 રને હરાવી 2-0થી જીતી સીરીઝ
આયરલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં 4 ફેરફાર કરવામાં આવ્યા હતા. ધોનીની જગ્યાએ દિનેશ કાર્તિક અને શિખર ધવનની જગ્યાએ લોકેશ રાહુલને તક આપવામાં આવી હતી. જ્યારે બોલિંગ અટેકમાં ભુવનેશ્વર કુમાર અને બુમરાહની જગ્યાએ સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવને જગ્યા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત તરફથી પહેલા બેટિંગ કરતા લોકેશ રાહુલે 36 બોલમાં 70 રન, સુરેશ રૈનાએ 45 બોલમાં 69 રન કર્યા. કેપ્ટન કોહલી માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. જ્યારે રોહિત શર્મા શૂન્ય, મનિસ પાંડે 21 અને હાર્દિક પંડ્યા 32 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 213 રન બનાવી આયરલેન્ડની ટીમને 214 રનનો ટારગેટ આપ્યો હતો.
આયરલેન્ડની અડધી ટીમ 32 રનના સ્કોરમાં પેવેલિયનમાં પહોંચી ગઈ હતી. 214 રનના ટારગેટનો પીછો કરતી આયર લેન્ડની ટીમ માત્ર 70 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ આયરલેન્ડને ડબ્લિનના માલાહાઈડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં રમવામાં આવેલ બે મેચની ટી20 સીરીઝના બીજા અને અંતિમ મેચમાં 143 રને હરાવીને ટી20 ફોર્મેટમાં રનના મામલે અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલા ભારતે શ્રીલંકા વિરૂદ્ધ 2017માં 93 રને જીત મેળવી હતી.
આયરલેન્ડની શરૂઆત ખરાબ રહી અને ઈનિંગના બીજા જ બોલ પર ઉમેશ યાદવે પોલ સ્ટર્લિંગને 0 રને આઉટ કર્યો. ત્રીજી ઓવરમાં વિલિયમ પોર્ટફીલ્ડને 14 રને બોલ્ડ કરી યાદવે બોલ્ડ કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -