✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટી20માં ભારતની સૌથી મોટી હાર, ન્યૂઝીલેન્ડે 80 રને હરાવ્યુ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2019 12:46 PM (IST)
ટી20માં ભારતની સૌથી મોટી હાર, ન્યૂઝીલેન્ડે 80 રને હરાવ્યુ, જાણો વિગતે
1

વેલિંગ્ટનઃ પ્રથમ ટી20માં ટીમ ઇન્ડિયાની 80 રને હાર થઇ છે. ન્યૂઝીલેન્ડે આપેલા 220 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય માત્ર 139 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડ સીરીઝમાં 1-0થી આગળ થઇ ગયુ છે.

2

ભારત તરફથી હાર્દિક પંડ્યાને 2 વિકેટ, જ્યારે ભુવી, ખલીલ, કૃણાલ પંડ્યા અને ચહલને 1-1 વિકેટ મળી હતી.

3

4

ન્યૂઝીલેન્ડ તરફથી શાનદાર બૉલિંગ જોવા મળી. ટીમ સાઉથીને 3 વિકેટ, જ્યારે ફર્ગ્યૂસન, સેન્ટનર અને સોઢીને 2-2 વિકેટ મળી હતી, અને ડેરી મિશેલને એક વિકેટ મળી હતી.

5

ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર કીવી બેટ્સમેન સેફર્ટે શાનદાર અને વિસ્ફોટક ઇનિંગ રમતા 6 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 43 બૉલમાં આક્રમક 84 રન ફટકાર્યા હતાં, જેના કારણે ન્યૂઝીલેન્ડ ટીમ મોટા સ્કૉર ઉભો કરી શકી હતી.

6

રોહિત શર્માએ ટૉસ જીતીને કીવી ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતુ, કીવી બેટ્સમેનોએ તરખાટ મચાવતી બેટિંગ કરતાં 20 ઓવરમાં 219 રન બનાવ્યા હતા. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો અને માત્ર 139 રનના સ્કૉરે આખી ટીમ આઉટ થઇ ગઇ હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટી20માં ભારતની સૌથી મોટી હાર, ન્યૂઝીલેન્ડે 80 રને હરાવ્યુ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.