શેન વોર્નના મતે ભારત સિવાય બીજી કઈ ટીમ ક્રિકેટ વર્લ્ડકપ જીતવા માટે છે હોટ ફેવરીટ?
શેન વોર્ને ભારતીય ટીમ ઉપરાંત ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમને પણ દાવેદાર ગણાવી છે. શેન વોર્ન મંગળવારે ટ્વીટર લખ્યુ ‘પોતાની કૉલમ માટે મે વર્લ્ડકપ માટે પોતાની ટીમ બનાવા માટે વિચાર્યુ, મને પુરેપુરો વિશ્વાસ છે કે, ઓસ્ટ્રેલિયા ફરી એકવાર વર્લ્ડકપ જીતી શકે છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોર્ને લખ્યું કે, જેમ હું જાણુ છે કે અમારી પાસે પરિસ્થિતિઓ અને મેચ વિજેતા ખેલાડી છે. મને લાગે છે કે, ઇંગ્લેન્ડ અને ભારત પણ આના પ્રબળ દાવેદાર છે પણ સિલેક્ટર્સે સારી રીતે પોતાની ભૂમિકા નિભાવી તો 100 ટકા ઓસ્ટ્રેલિયા ફરી એકવાર વર્લ્ડકપ જીતી શકે છે.
સિડનીઃ આગામી થોડાક મહિનાઓમાં ક્રિકેટ વર્લ્ડકપ ચાલુ થઇ રહ્યો છે. દિગ્ગજ ટીમો પોતાને ચેમ્પિયન બનવા માટેની દાવેદાર ગણાવી રહી છે. હવે આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને નિવેદન આપ્યુ છે. વોર્નનું માનવું છે કે, હાલની પરિસ્થિતિમાં ભારતીય ટીમ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -