ક્યાં રમાશે પ્રથમ ટેસ્ટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 21 થી 25 ફેબ્રુઆરી સુધી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાશે. ભારતીય સમય પ્રમાણે વહેલી સવારે 4.00 કલાકે મેચ શરૂ થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 57 ટેસ્ટ મેચ રમાઇ છે. જેમાં ભારતનો 21માં વિજય થયો છે, ન્યૂઝીલેન્ડે 10 ટેસ્ટ મેચ જીતી છે જ્યારે 26 ટેસ્ટ મેચ ડ્રો ગઈ છે.
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી જોઈ શકાશે. જ્યારે લાઈવ સ્ટ્રિમિગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.
ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત ટૉપ પર
હાલ ચાલી રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા ટૉપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ છઠ્ઠા નંબર પર છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કોઇપણ ટીમ ભારતીય ટીમને હરાવવા માંગે છે, અને ન્યૂઝીલેન્ડ પણ આ જ કરવા ઇચ્છશે. આજે અમે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે, દરેક ટીમ અમને હરાવવા માંગતી હોય છે. જો ન્યૂઝીલેન્ડ પણ આમ ઇચ્છતી હોય તો કંઇ ખોટું નથી.
પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમઃ મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ
મોદી-ટ્રમ્પના રોડ શૉમાં કેટલા લોકો રહેશે હાજર ? અમદાવાદના કમિશ્નરે શું કહ્યું ? જાણો વિગત
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીને કર્યો સસ્પેન્ડ, PSLમાં નહીં લઈ શકે ભાગ, જાણો વિગત
ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત