કોલકતા:   ઘર આંગણે રમાઇ રહેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભૂવનેશ્વરે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી હતી. કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાય રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડે 7 વિકેટે 128 રન કરી લીધા છે. ન્યૂઝીલેન્ડ તરફી સૌવથી વધુ રન રોન્ચી( 35) રન અને ટેલર (36) રન બનાવ્યા હતા. આ બંને ખેલાડી વચ્ચે ચોથી વિકેટ માટે 62 રનની ભાગીદારી થઇ હતી. ભારતના ભૂવનેશ્વરે 5 વિકેટ ઝડપી હતી તો મોહમદ શામી અને રવિંદ્ર જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી. ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. મેચના પહેલા દિવસે ન્યૂઝીલેંડની આક્રમક બોલિંગ સામે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનને ટકી રહેવું પડકારરૂપ સાબિત થયું. પહેલી ઈનિંગ્સમાં ભારત 316 રનમાં ઓલઆઉટ થયું હતું. જે બાદ ન્યૂઝીલેંડની ટીમ બેટિંગ માટે આવી હતી. જેમાં ગપ્ટીલ (13) અને  નિકોલસ (1) રને બુવનેશ્વર કુમારે વિકેટ ઝડપી લીધી હતી. જ્યારે  હેન્રી નિકોલસ એક રન બનાવીને આઉટ થયો હતો. હેન્રીની વિકેટ મહોમ્મદ શામીએ લીધી હતી હાલ ખેલમાં રોસ ટેલર  અને રોંચી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઈડન ગાર્ડન્સમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હોમ ગ્રાઉંડ પર ભારતની આ 250મી ટેસ્ટ મેચ છે. પણ ચેતેશ્વ પૂજારા (87) અને અજિંક્ય રાહણે (77) સિવાય કોઈએ મજબૂત પાર્ટનરશીપ બનાવી સારુ પ્રદર્શન કર્યુ નહોતું. ખરાબ વિઝીબીલીટીને કારણે 87મી ઓવરે ખેલ પૂરો કરવો પડ્યો હતો. તે સમયે વિકેટ કિપર અને બેટ્સમેન રિદ્ધિમાન સાહા 14 રને રમી રહ્યો હતો. જ્યારે રવિંદ્ર જાડેજાએ ખાતુ ખોલ્યુ નથી. ન્યૂઝીલેંડના મેટ હેનરીએ 15 ઓવરમાં 35 રન આપ્યા જ્યારે ઓફ સ્પીનર જીતન પટેલે બે વિકેટ ઝડપી હતી. ટ્રેંટ બોલ્ટ અને નીલ વેગનરે પણ એક-એક વિકેટ લીધી હતી. 50 રનના સ્કોર પહેલા જ ભારતે મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારા અને રહાણેએ 141ની પાર્ટનરશીપે ભારતને સારી સ્થિતિમાં મૂક્યુ હતું.