અમાદવાદઃ ઉરી હુલમા અને સર્જિકલ સ્ટ્રાઈક બાદ સરહદ પર જે તણાવની સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને દલિતોનું આજનું રેલ રોકો આંદોલન પાછું ખેંચવામાં આવ્યું છે. ઉના દલિત અત્યારચાર લડત સમિતિના પ્રમુખ જિક્ષેશ મેવાણી પોતાના ફેસબુક પેજ પર આ અંગે જાણકારી આપી છે. ફેસબુક પર મુકવામાં આવેલ પોસ્ટ અનુસાર સરહદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે જિક્ષેશ મેવાણીએ વાત કરી જે મુજબ સરકાર દલિતોની માંગણી બાબતે વાત કરવા તૈયાર છે માટે આ આંદોલનને પરત ખેંચવામાં આવ્યું છે. આગળ જિક્ષેશ મેવાણી લખે છે કે, મને આશા છે કે સરકાર અમારી ન્યાયી, વાજબી મંગણીઓને વેળાસર હકારાત્મક ઉકેલ લાવશે.