અંતિમ વનડેમાં ભારતે ન્યુઝીલેંડ સામે 190 રને મેળવ્યો ભવ્ય વિજય, સીરિઝ 3-2થી જીતી
abpasmita.in | 29 Oct 2016 07:58 AM (IST)
વિશાખાપટ્ટનમ: ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યુઝીલેંડ માત્ર 23.1 ઓવરમાં 79 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેંડ તરફથી સૌથી વધુ કેન વિલિયમ્સનને 27 રન બનાવ્યા હતા. જ્યારે ટીમ ઈંડિયાના બોલરોમાં ન્યુઝીલેંડની ટીમને વેર વિખેર કરવામાં અમિત મિશ્રાનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. તેને પોતાના સ્પેલમાં 5 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 2 અને જાધવ, બુમરાહ અને યાદવે 1-1 વિકેટ લીધી હતી. ન્યુઝીલેંડનો સ્ટાર બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ ખાતુ ખોલાવ્યા વિના ઉમેશ યાદવે પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ લાથમ 19 રને આઉટ થયો હતો. ત્રીજી વિકેટ તરીકે વિલિયમસર્ન્સ 27 રને આઉટ થયો હતો. રોસ ટેલર પણ 19 રને આઉટ થયો હતો. વેટલિંગ પણ 0 રને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી અને નિર્ણાયક વન-ડેમાં ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 269 રન બનાવી ન્યૂઝીલેંડને 270 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈંડિયા તરફથી રોહિત શર્માએ 51 બોલમાં અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી અજિંક્ય રહાણે 20 રન બનાવી કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 70 રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો છે. મહેંદ્રસિંહ ધોની પણ 41 રને આઉટ થયો હતો. પાંડે 0 રને અને મેચમાં સેટ થયેલો વિરાટ કોહલી 65 રને આઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આજે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પોતાની માતાના નામની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યા છે. આ અગાઉ મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંન્ને ટીમો માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. આ વન-ડેમાં જયંત યાદવને ડેબ્યૂ કેપ મળી છે. જયંતને સેહવાગે વન-ડે કેપ આપી હતી. શ્રેણીમાં બંને ટીમો ૨-૨થી બરાબરી પર છે.