શુભમન ગિલની કેમ થઈ પસંદગી
રોહિત શર્મા ઈજાગ્રસ્ત બનતાં તેના સ્થાને કે એલ રાહુલના સમાવેશની પ્રબળ સંભાવના હતી, પરંતુ તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં તેણે શાનદાર બેટિંગ કરી હોવાથી ટેસ્ટ ટીમમાં વાપસીની આશા હતી પરંતુ તેમ ન થતાં શુભમન ગિલની પસંદગી કરવામાં આવી છે. શુભમન ગિલ ફોર્મમાં છે અને તેણે થોડા દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડ-એ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી.
ટી-20 શ્રેણીમાં મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો રાહુલ
ન્યૂઝીલેન્ડ સામે 5-0થી ટી-20 શ્રેણી જીતમાં કેએલ રાહુલનો મહત્વનો ફાળો હતો. જેના કારણે તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો. 5 મેચમાં રાહુલે 144.51ના સ્ટ્રાઇક રેટથી 224 રન બનાવ્યા હતા. આટલા સારા પ્રદર્શન છતાં ટેસ્ટ ટીમમાં રાહુલની અવગણના થતાં ક્રિકેટ પ્રેમીઓને આંચકો લાગ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતે જાહેર કરેલી ટેસ્ટ ટીમ