INDvNZ: વેલિંગ્ટન વન ડેમાં ટીમ ઈન્ડિયાની જીતના આ રહ્યાં હીરો, જાણો વિગત
કેદાર જાધવઃ વિજય શંકરના આઉટ થયા બાદ તેણે અંબાતી રાયડૂ (90 રન) સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. કેદાર જાધવે 34 રન બનવવા સહિત ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેલિંગ્ટનઃ ભારતે ન્યૂઝિલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાયેલી પાંચમી અને અંતિમ વન ડેમાં 35 રને વિજય મેળવવાની સાથે સીરિઝ પર 4-1થી કબજો કર્યો હતો. 52 વર્ષના ઇતિહાસમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ન્યૂઝિલેન્ડમાં 4-1થી સીરિઝ જીતવામાં સફળ રહ્યું હતું. ભારત 22 વર્ષ પછી એશિયાની બહાર 4-1 થી સિરીઝ જીત્યું હતું. આ પહેલા 1997માં સચિન તેંડુલકરની કપ્તાનીમાં ભારતે પાકિસ્તાનને કેનેડામાં 4-1 થી હરાવ્યું હતું. એક સમયે ટીમ ઈન્ડિયાએ 18 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તેમ છતાં ભારતીય ટીમે 252 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો.
મોહમ્મદ શમીઃ સમગ્ર સીરિઝમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. આજની મેચમાં તેણે પ્રથમ 10 ઓવરમાં જ ન્યૂઝિલેન્ડના બંને ઓપનરોને 37 રનના સ્કોર સુધીમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. સીરિઝમાં 9 વિકેટ ઝડપવા બદલ તેને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.
અંબાતી રાયડૂઃ ભારતે પ્રથમ બેટિંગ કરતી વખતે 18 રનમાં જ ચાર વિકેટ ગુમાવ્યા બાદ રાયડૂએ સંભાળીને બેટિંગ કરી હતી. તેણે સેટ થવામાં સમય લીધો હતો. રાયડૂએ વિજય શંકર (45 રન) સાથે મળીને પાંચમી વિકેટ માટે 98 અને કેદાર જાધવ (34 રન) સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 74 રનની મહત્વપૂર્ણભાગીદારી કરી હતી. અંબાતી રાયડૂએ 90 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાઃ મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલો હાર્દિક પંડ્યાની ઉપયોગીતા અંગે ત્રીજી વન ડે બાદ કોહલીએ પણ મોટું નિવેદન આપ્યું હતું. આજની મેચમાં હાર્દિક પંડ્યાએ 22 બોલમાં 45 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં તેણે પાંચ સિક્સ અને બે ફોર મારી હતી. જે બાદ બોલિંગમાં 8 ઓવરમાં 1 મેડન નાંખી 50 રનમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પોતાના સ્પેલના પ્રથમ બોલ પર જ રોસ ટેલરની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
યુઝવેન્દ્ર ચહલઃ યુઝવેન્દ્ર ચહલે ટોમ લાથમ, ગ્રેન્ડહોમ, એસ્ટલની વિકેટ લેવા સહિત શ્રેણીમાં 9 વિકેટ ખેરવી હતી. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તેમના ઘરઆંગણે રમતી વખતે એક સ્પિનર દ્વારા સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અનિલ કુંબલે અને શેન વોર્નની સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -