નવી દિલ્હી: અંડર 19 વર્લ્ડ કપમાં અફઘાનીસ્તાનના બોલરે પાકિસ્તાનના બેટ્સમેનને માંકડ સ્ટાઈલમાં આઉટ કરતા એકવાર ફરી તેના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદે 28માં ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હુરેરાને વિવાદાસ્પદ રીતે માંકડ સ્ટાઈલમાં આઉટ કર્યો હતો.

તેના બાદ ઈંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસને આઈસીસીને આ નિયમ હટાવવાની અપીલ કરી સાથે એન્ડરસ આ અપીલ પર ભારતના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પર કટાક્ષ કરતા નજર આવ્યા હતા.

જેમ્સ એન્ડરસને શનિવારે ટ્વીટ કરીને માંકડિંગ ને હટાવવાની માંગ કરી હતી. તેમણે પોતાના ટ્વિટવમાં આઈસીસી અને ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા એમસીસીને ટેગ કર્યા હતા. તેના પર અશ્વિને જવાબ આપતા કહ્યું કે, કાયદાને બદલવા માટે અત્યારે થોડાક વિચાર વિમર્શ કરવાની જરૂર પડશે !! હાલમાં શ્રેડરથી કામ ચાલી શકે છે.


ઉલ્લેખનીય છે કે, આઈપીએલ 2019 દરમિયાન રવિચંદ્રન અશ્વિને રાજસ્થાન રૉયલ્સના બેટ્સમેન અને ઈંગ્લિશ ક્રિકેટર જોસ બટલરને માંકડ સ્ટાઈલમાં આઉટ કર્યો હતો. તેના બાદ દુનિયાભરના ક્રિકેટરોએ અશ્વિન સામે નારાજગી વ્યક્ત કરી હતી.