નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ભારતીય ટીમને બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની આજે પ્રથમ સેમિ ફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાઇ રહી છે. આ મેચમાં ભારતની ટીમમાં માત્ર એક ખેલાડીનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમમાં કુલદીવ યાદવને સ્થાને યુજવેન્દ્ર ચહલને સ્થાન આપવામાં આવ્યું છે.



વર્લ્ડકપમાં ભારતીય ટીમ 9 મેચોમાં 7 જીત સાથે પૉઇન્ટ ટેબલમાં 15 પૉઇન્ટ સાથે ટૉપ પર છે, વળી ન્યૂઝીલેન્ડની ટીમ 9 લીગ મેચોમાં 5 જીત સાથે ચોથા નંબરની સેમિ ફાઇનલિસ્ટ ટીમ છે. હાલમાં ભારતીય ટીમના બેટ્સેમેનો અને બૉલરો ફૂલ ફોર્મમાં છે.

ન્યૂઝીલેન્ડ ટીમઃ માર્ટિ ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લાથમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કોલિન ડી ગ્રેન્ડહોમ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યૂસન, મૈટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ

NOTTINGHAM, ENGLAND - JULY 12: India bowler Kuldeep Yadav celebrates after dismissing Joe Root during the 1st Royal London One Day International match between England and India at Trent Bridge on July 12, 2018 in Nottingham, England. (Photo by Stu Forster/Getty Images)

ટીમ ઇન્ડિયાઃ લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), રિષભ પંત, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ