ઈંદોર: સીરિઝ જીતીને નંબર વન રેકિંગ પર આવી ગયેલી ટીમ ઇન્ડિયા આજે ન્યૂઝિલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ રમી રહી છે.  ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ટીમ ઈંડિયાએ પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં  3 વિકેટે 267 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 103 અને અજિન્કિય રહાણે 79 રને રમતમાં છે. ન્યુઝિલેંડ સામેની ત્રીજી અંતિમ ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ 13મી વખત સદી ફટકારી છે.


આ અગાઉ ઓપનર મુરલી વિજય 10 રને જીતેન પટેલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા 41 રન બનાવી બોલ્ડ થયો હતો. ગૌતમ ગંભીર પણ 29 રને એલબી આઉટ થયો હતો.
આ અગાઉ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો,  ગૌતમ ગંભીરની બે વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં તક મળી હતી. ગંભીર છેલ્લે ઓગસ્ટ 2014માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. ધવનના સ્થાને ગંભીરનો સમાવેશ કરાયો છે. જો કે આ મેચમાં વરસાદી વિઘ્ન  આવી શકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે સીરિઝમાં 2-0ની લીડ મેળવી છે. ભારતે પહેલી મેચ 197 અને બીજી મેચ 178 રનથી જીતી હતી.