અમદાવાદઃ સુપ્રીમ કોર્ટેમાં કેંદ્ર સરકારે ત્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવ્યું છે. સોગંદનામું દાખલ કરી સરકારે કહ્યું કે ત્રિપલ તલાકથી મહિલાઓના અધિકારોનું હનન થાય છે. શુક્રવારના સુપ્રીમ કોર્ટમાં ત્રિપલ તલાક મામલે કેંદ્ર સરકારે સોગંદનામું દાખલ કર્યું હતું. સરકાર તરફથી કહેવાયું કે ત્રિપલ તલાક અને પુરુષને એકથી વધુ લગ્નની છૂટ બંધારણ અનુરુપ નથી. કેંદ્ર સરકારના અનુસાર આ જોગવાઈ મહિલાઓને અસમાનતાની સ્થિતિમાં મુકે છે. મહિલા પર્સનલ લૉ બોર્ડ અને શિયા પર્સનલ લૉ બોર્ડ પણ ત્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાની માગ કરી ચૂક્યું છે. ત્રિપલ તલાકનું સમર્થન કરનારા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું કહેવું છે કે સામાજિક સુધારના નામ પર પર્સનલ લૉને બદલી ન શકાય.