નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ક્રિકેટના લગભગ તમામ ફોર્મેટમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. એવામાં કોહલી આગામી ટી20માં વધુ એક કીર્તિમાન સ્થાપિત કરવાની નજીક પહોંચી ગયો છે. બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હામિલ્ટન મેદાનમાં ટી20 મેચ રમાવાની છે. આ મેચ બાદ કોહલી દેશના સૌથી સફળ કેપ્ટન એમએસ ધોની બાદ ક્રિકેટી એલીટ લિસ્ટમાં સામેલ થનાર બીજો ભારતીય કેપ્ટન બની જશે.
વાસ્તવમાં કોહલી ટી20 મેચમાં સર્વાધિક રન બનાવનાર કેપ્ટન બનાવથી માત્ર 25 રન દૂર છે. કોહલી આ સમયે ધોની, ન્યૂઝીલેન્ડના કેપ્ટન કૉને વિલિમ્સન અને સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ બાદ ચોથા સ્થાન પર છે.
આ સિવાય કોહલી ટી-20 મેચમાં સર્વાધિક 50 પ્લસ રન બનાવનાર ખેલાડીઓમાંથી માત્ર એક ઇનિંગમાં 50 રન દૂર છે. કોહલી ટી-20મેચમાં 50 સિક્સ ફટકારનાર બીજો કેપ્ટન પણ બની શકે છે.