T20 World Cup 2021: ટી20 વર્લ્ડકપ 2021 (T20 World Cup 2021)માં 24 ઓક્ટોબરે ભારત (India) અને પાકિસ્તાનની (Pakistan) મેચ રમાવવાની છે, તે પહેલા આ મેચના સૌથી ફેવરેટ ફેન ,  એમ કહીએ કે સૌથી વાયરલ ફેનની વાપસી થઇ ગઇ છે. મોમિન સાકિબ (Momin Saqib) તો તમને યાદ હશે. જી  હાં, તે જ મોમિન સાકિબ જે વર્ષ 2019ની વનડે વર્લ્ડકપ (ODI World Cup 2019)માં ભારતના હાથે પાકિસ્તાનની હાર બાદ પોતાના ઇન્ટરવ્યૂ માટે ફેમસ થટઇ ગયો હતો. કેમેરાની સામે મોમિનનો 'મારો મને મારો' કહેતતા ઇમૉશનલ  વીડિયો આજે પણ ઘણીવાર મિમ્સ (Memes)ની શક્લ આપણી સામે આવી જ જાય છે. બ્રિટનમાં રહેનારા આ ક્રિકેટ ફેને ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી20 વર્લ્ડકપ પહેલા એકવાર ફરીથી ઇમૉશનલ વીડિયો પૉસ્ટ કર્યો છે. 


ઉલ્લેખનીય છે કે, વર્ષ  2019એ પોતાના તે વીડિયો બાદ મોમિન સાકિબ રાતોરાત ઇન્ટરનેટ પર સેન્સેસન બની ગયો હતો, હવે તેને એકવાર ફરીથી એકદમ શાનદાર વીડિયો પૉસ્ટ કર્યો છે, વીડિયોમાં શરૂઆતમાં મોમિન કહે છે - શુ તમે તૈયાર છો? જજ્બાતથી ભરપુર ભારત અને પાકિસ્તાનની મેચ. બે જ તો મેચ છે એક ભારત અને પાકિસ્તાનની અને બીજી આમિર ખાનની લગાન મૂવી વાળી. તે દિવસ જે તમારો શ્વાસ રોકી દે ઇન્સાનને તે જ યાદ રહે છે, અને આ મહિનાની 24 તારીખે તે જ થવાનુ છે. 


2019ની મેચને યાદ કરીને ઇમૉશન થયો મોમિન- 
આ પછી મોમિન એકવાર ફરીથી 2019ની મેચ યાદ કરીને ઇમૉશનલ દેખાય છે, અને કહે છે- ખુદાની કસમ એવુ લાગે છે કે કાલે 2019ની મેચ ખતમ થઇ છે. સમયની ખબર નથી પડતી. આ મેચ પાકિસ્તાન માટે બહુજ જરૂરી છે યાર. વીડિયોના એન્ડમાં મોમિન બેટિંગ અને બૉલિંગની Shadow Practice કરતો નીકળી જાય છે. ફેસબુક (Facebook) પર પૉસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વળી, ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પણ આ વીડિયોને 80 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. 



ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપમાં આ વર્ષે ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ એક બીજી વિરુદ્ધ જ રમશે. પાકિસ્તાન આજ સુધી ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાને નથી હરાવી શક્યુ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમી રહેલી ટીમ વિરુદ્ધ આ વર્ષે પણ તેમનુ જીતવુ મુશ્કેલ છે.