સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં પત્નીએ ઝેર પીને આપઘાત કરી લેતાં પતિએ પણ 7 વર્ષીય પુત્રી સાથે તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. નદીમાં કૂદી જતાં પુત્રીનું મોત નીપજ્યું છે. જ્યારે પતિ સારવાર હેઠળ છે. સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્નીએ ઝેર પી લીધું હતું. પત્નીએ ઝેર પી લેતા ડરી ગયેલા પતિએ આ પગલું ભર્યું હતું. આ ઘટનામાં પત્ની-પુત્રીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ સારવાર હેઠળ છે.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ જનાનગઢના લીલવાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં રહેતા સંજય ભાણજીભાઈ તળાવિયાના ડિવોર્સ થયા છે અને આ લગ્નથી તેને 7 વર્ષીય દીકરી જીયા છે. જે છૂટાછેડા પછી પિતા સાથે રહેતી હતી. છૂટાછેડા પછી તેણે રેખા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી બંને વચ્ચે જીયા મુદ્દે તકરાર થતી હતી.
આ જ મુદ્દે તકરાર થતાં બુધવારે રેખાબેને ઝેરી દવા પી લીધી હતી. આથી સંજય ગભરાઈ ગયો હતો અને પોતાને જેલમાં જવું પડશે, તેમ માનીની જીયાને લઈ સવજી કોરાટ બ્રિજ પાસે ગયો હતો. જ્યાં હૈયાફાટ રૂદન કર્યા પછી દીકરી સાથે નદીમાં ઝંપલાવી દીધું હતું. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ જીયાનો મૃતદેહ નદીમાંથી કાઢ્યો હતો. જ્યારે સંજયને બચાલી લીધો હતો.
કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માતે મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 35 વર્ષીય સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને રેખાને પહેલાં લગ્નથી એક પુત્ર હતો. સાત વર્ષીય માસુમ બાળકી જીયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
Mehsana : કોલેજિયન યુવતીને કેફી પીણું પીવડાવી બંધ મકાનમાં માણ્યું શરીરસુખ ને પછી.....
મહેસાણાઃ ઘરેથી કોલેજ જવા નીકળેલ યુવતીનું અપહરણ કરીને કેફી પીણું પીવડાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નંદાસણ પુલ નીચે ઉભેલ યુવતીને કારમાં આવેલ ચાર યુવાન અપહરણ કરીને લઈ ગયા હતા. એટલું જ નહીં, યુવતીને કેફી પીણું પીવડાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
પાલાવાસણા નજીક બંધ મકાનમાં યુવતી સાથે દુષ્કર્મ કરી તેને રોડ પર મૂકી યુવાનો ફરાર થઈ ગયા હતા. 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ યુવતીએ સમગ્ર ઘટનાક્રમ પોલીસને જણાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ચાર યુવકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતી ઘરે કડીમાં કોલેજ ખાતે જવાનું કહીને મંગળવારે સવારે 10-30 વાગ્યે નીકળી હતી.
બલોલ રોડ પરના નંદાસણના બ્રિજ નીચે ઉભી હતી તે દરમિયાન 4 યુવકો સફેદ કલરની કાર લઈને આવ્યા હતા. કારમાં યુવતીને બેસાડ્યા બાદ કેફી પીણું પીવડાવતા તેણી બેભાન થઈ હતી. આ પછી યુવકો બંધ મકાનમાં લઈ જઈ યુવતી ઉપર 4 પૈકી એક યુવકે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ યુવતીને મહેસાણાના બાયપાસ રોડ ઉપર કરશનપુરાના પાટીયા નજીક ઉતારીને ભાગી ગયા હતા. પોલીસે યુવતીના નિવેદનના આધારે બળાત્કારી યુવક અને 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો છે. મહેસાણા સિવિલમાં યુવતીનું મેડીકલ કરાવીને દુષ્કર્મના સ્થળની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે.