બદલાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચની તારીખ, જાણો શું છે કારણ
હાલમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે 2016માં બાંગ્લાદેશને હરાવી ટ્રોફી જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBCCIના એક અધિકારીનું કહેવું છે કે, એશિયા કપનો કાર્યક્રમ સમજ્યા-વિચાર્યા વિના જ બનાવાયો છે. ભારતની પહેલા મેચ રમનારી પાકિસ્તાનની ટીમને બે દિવસનો આરામ મળશે જ્યારે ભારતીય ટીમે સતત બે દિવસ મેચો રમવાની થશે જે યોગ્ય નથી માટે કાર્યક્રમમાં ફેરફાર થવો જોઈએ.
ભારતને એશિયા કપમાં સતત બે મેચો રમવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બરે મેચ પ્રસ્તાવિત છે જ્યારે ભારતીય ટીમે 18 સપ્ટેમ્બરે પણ એક મેચ રમવાની છે. મતલબ કે ભારતને સતત બે દિવસ મેચો રમવાની આવે. આવામાં ખેલાડીઓની પ્રેક્ટિસ અને તેમના શેડ્યૂલ પર અસર પડતો હોઈ BCCIએ આ કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે.
નવી દિલ્હીઃ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનાર મેચની તારીખ બદલાઈ શકે છે. 19 સપ્ટેમ્બરના રોજ આ મેચ રમાવાનો હતો, પરંતુ હવે તેની તારીખમાં ફેરફાર થઈ શકે છે. તેનું કારણ એ છે કે બીસીસીઆઈએ આ બન્ને કટ્ટર વિરોધીઓની વચ્ચે રમારા મેચની તારીખથી નારાજ છે. બીસીસાઈએ એશિયા કપના કાર્યક્રમમાં ભારત અને પાકિસ્તાનની મેચની તારીખ પર વિરોધ નોંધાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -