બેંગલુરુ:  દક્ષિણ આફ્રિકાએ બેંગ્લુરુ ખાતેની બીજી ટી-20માં ભારતને 9 વિકેટથી હાર આપી છે. ભારતે આપેલા 135 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં અંતે 1 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ડી કોકે 52 બોલમાં અણનમ 79 રન ફટકાર્યા હતા.


આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. શિખર ધવને સર્વાધિક 36 રન બનાવ્યા હતા. પંત અને જાડેજાએ 19-19 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ 39 રનમાં 3 વિકેટ ખેરવી હતી.


આ મેચને જીતીને ભારત સીરિઝ પોતાના નામે કરવા માંગશે. ધર્મશાળામાં પ્રથમ ટી-20 મેચ વરસાદના કારણે રદ થઇ હતી અને બીજી મેચ ભારતે સાત વિકેટથી જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી.