વોશિંગ્ટનઃ હાઉડી મોદી કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે જ હ્યુસ્ટન પહોંચી ગયા છે. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર અનેક ભારતીય અને અમેરિકન અધિકારીઓએ મુલાકાત કરી હતી. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સંબોધન કરશે.

હાલ હ્યુસ્ટનનું તાપમાન 26 ડિગ્રી છે અને હવામાનમાં ભેજનું પ્રમાણ 87 ટકા છે. આ ઉપરાંત વરસાદની પણ સંભાવના છે. 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો વરસાદ થશે તો પીએમ મોદીના કાર્યક્રમમાં હિસ્સો લેવા આવેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

હાઉડી મોદી કાર્યક્રમ પહેલા હ્યુસ્ટનમાં ત્રણ દિવસથી સતત વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હાલ વરસાદ બંધ થઈ ગયો છે. એનઆરજી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું. વરસાદના કારણે સ્થાનિક મેટ્રો અને બસ સેવા રદ્દ કરી દેવામાં આવી હતી. શાળામાં રજા જાહેર કરી દેવાઈ હતી. લોકોને સુરક્ષિત વિસ્તારમાં જવાનું કહેવામાં આવ્યું હતું.


કલમ 370માં કોંગ્રેસને રાજનીતિ દેખાય છે, અમને દેશભક્તિ: અમિત શાહ